Delhi

વડાપ્રધાન મોદી સાથે પરીક્ષા પર ચર્ચાની રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ

નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અનોખા ઈન્ટરેક્ટિવ પ્રોગ્રામ– પરિક્ષા પે ચર્ચાની કલ્પના કરી હતી. જેમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમની સાથે વાર્તાલાપ કરે છે. પીએમ મોદી દર વર્ષે જીવનને તહેવારની જેમ ઉજવવાના ઉદ્દેશ્ય સાથે પરીક્ષાઓને કારણે થતાં તણાવને કેવી રીતે દૂર કરી શકાય તેની ચર્ચા કરે છે. આ પ્રોગ્રામનું ફોર્મેટ વર્ષ ૨૦૨૧ની જેમ ઓનલાઈન હશે, એવી અપેક્ષા છે કે આ વખતે પણ આ કાર્યક્રમ માટે ધોરણ ૯થી ૧૨ સુધીના શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની ઓનલાઈન સ્પર્ધા દ્વારા પસંદગી કરવામાં આવશે. નોંધણીની પ્રક્રિયા ૨૮ ડિસેમ્બર ૨૦૨૧થી શરૂ કરવામાં આવી હતી, જે ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ સુધી ચાલુ રહેશે.‘પરીક્ષા પે ચર્ચા’માં માત્ર ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે. જે વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ માત્ર એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધા સિવાય વિદ્યાર્થીઓ પીએમ મોદીને વધુમાં વધુ ૫૦૦ શબ્દોમાં પ્રશ્ન પણ મોકલી શકે છે. જેમના અરજી ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવશે તે તમામને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. વિદ્યાર્થીઓ આને સોશિયલ મીડિયા પર ઈંઁઁઝ્ર૨૦૨૨ સાથે શેર કરી શકે છે. જાે તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી પર જાે તમે માતાપિતા છો તો માતાપિતા પર અને જાે તમે શિક્ષક છો તો શિક્ષકની લિંક પર ક્લિક કરો. તે પછી સંપૂર્ણ માહિતી આપીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરો. જણાવી દઈએ કે અહીંના તાલકટોરા સ્ટેડિયમમાં ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાનના સંવાદ કાર્યક્રમનું પ્રથમ સત્ર ‘પરીક્ષા પે ચર્ચા ૧.૦’નું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું, “આ પ્રોગ્રામના ફોર્મેટને ૨૦૨૧ની જેમ ઓનલાઈન માધ્યમમાં રાખવાનો પ્રસ્તાવ છે. સહભાગીઓની પસંદગી કરવા માટે ૨૮ ડિસેમ્બરથી ૨૭ જાન્યુઆરી દરમિયાન વિવિધ વિષયો પર સર્જનાત્મક લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પસંદગીના વિજેતાઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોને પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે.પરિક્ષા પે ચર્ચા માટે નોંધણી કરવાનો છેલ્લો દિવસ ૨૦ જાન્યુઆરી હતો. પરંતુ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હતા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ માટે નોંધણી કરાવી શક્યા નથી. આ માટે હજુ પણ તમારી પાસે એક મોકો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ના પાંચમા સત્રમાં ભાગ લેવાની અંતિમ તારીખ ૨૭ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, “પરીક્ષા પે ચર્ચાના પાંચમા સત્રમાં ભાગ લેવાની છેલ્લી તારીખ લંબાવીને ૨૭ જાન્યુઆરી કરવામાં આવી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *