નવીદિલ્હી
શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, મહારાષ્ટ્રના થાણે-દિવા ૫મી-૬ઠ્ઠી રેલ્વે લાઈનો વચ્ચે બે રેલ્વે લાઈનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેનાથી સેન્ટ્રલ લાઈનમાં મુસાફરી કરતા મુસાફરોનો સમય બચશે. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી આજે ૧૮ ફેબ્રુઆરીને શુક્રવારના સાંજે ૪.૩૦ કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બંને રેલવે લાઈનોને લીલી ઝંડી આપી આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેશે. ગુરુવારે વડાપ્રધાન કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી હતી. થાણેથી દિવા સુધીની આ ૯.૪૦ કિમી લાંબી રેલ્વે લાઇનને બનાવવામાં ૧૨ વર્ષથી વધુ સમય લાગ્યો છે.આ રેલ્વે લાઈનોને કારણે હવે મુંબઈથી બહાર જતી ટ્રેનો અને મુંબઈ લોકલ ટ્રેનો માટે અલગ-અલગ રેલ્વે લાઈનની વ્યવસ્થા કરવામાં આવશે. આ રેલ્વે લાઈનથી કસારા, આસનગાંવ, કર્જત, બદલાપુરથી મુંબઈ આવતા મુસાફરોનો સમય બચશે. વર્ષ ૨૦૦૮માં થાણે અને દિવા વચ્ચે આ બે વધારાની રેલ્વે લાઈનો તૈયાર કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ અનેક વિભાગો પાસેથી પરવાનગી મળ્યા બાદ અને કામ શરૂ થયા બાદ ઘણો સમય વીતી ગયો. રેલ્વે સમક્ષ મુંબ્રા રેતીબંદર નજીક ખાડી સાથે રેલ્વે માર્ગ તૈયાર કરવો એક પડકાર હતો. ૬૨૫ કરોડનો આ પ્રોજેક્ટ આખરે ૧૨ વર્ષમાં પૂરો થયો. અત્યાર સુધી ઝ્રજીસ્થી ઉપડતી લોકલ ટ્રેનો, મેલ અને એક્સપ્રેસ ટ્રેનો ઘણીવાર થાણે અને દિવા વચ્ચે અટવાઈ જતી હતી. જ્યારે મેલ-એક્સપ્રેસ ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવે ત્યારે મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જ્યારે મુંબઈની લોકલ ટ્રેનો બંધ કરવામાં આવે ત્યારે મુંબઈ-થાણે બહારથી આવતી-જતી ટ્રેનોએ સિગ્નલની રાહ જાેવી પડી. હવે આ બંને રેલ્વે લાઇન શરૂ થયા બાદ આ સમસ્યામાંથી છુટકારો મળશે.
