નવીદિલ્હી
યુરોપના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની મુલાકાત અંગે ટ્વીટ કર્યું છે. તેમણે પીએમ ફ્રેડરિકસેન સાથેની વાતચીત અને ભારતીય સમુદાયના લોકો સાથેની મુલાકાત સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો છે. પીએમ મોદી તેમના ત્રણ દેશોના યુરોપ પ્રવાસ દરમિયાન ૩ મેના રોજ ડેનમાર્ક પહોંચ્યા હતા. ટિ્વટમાં પીએમ મોદીએ લખ્યું કે વડાપ્રધાન ફ્રેડ્રિકસેન સાથે વાતચીત સારી રહી, બિઝનેસ સમિટમાં આર્થિક સંબંધો પર ચર્ચા થઈ, લોકો વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે એક સામુદાયિક કાર્યક્રમમાં હાજરી આપી અને ડેનમાર્કના શાહી પરિવાર સાથે મુલાકાત થઈ. આ ગઈકાલની હાઈલાઈટ્સ હતી. પીએમ મોદીએ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં વડાપ્રધાન મેટ ફ્રેડરિકસન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ પરસ્પર વેપાર અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના મુદ્દા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ભારત શક્ય તેટલું જલદી યુદ્ધ સમાપ્ત કરવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવાના પક્ષમાં છે. બંને દેશો વચ્ચે કુલ ૯ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આમાં, સ્થળાંતર અને ગતિશીલતા, કૌશલ્ય વિકાસ, વ્યાવસાયિક શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જા નીતિ પર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોપનહેગનમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા અને સંબોધિત કર્યા. પીએમ મોદીના આ કાર્યક્રમમાં ભારતીય મૂળના લગભગ ૧ હજાર લોકોએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને બિઝનેસમેન સામેલ હતા. પીએમ મોદીએ રોયલ પેલેસમાં ડેનમાર્કની રાણી માર્ગ્રેથે ૈંૈં દ્વારા આયોજિત ડિનરમાં પણ હાજરી આપી હતી. ૨ મેના રોજ યુરોપના પ્રવાસે ગયેલા પીએમ મોદી પહેલા સ્ટોપ હેઠળ જર્મની પહોંચ્યા હતા. આ પછી વડા પ્રધાન ૩ મેના રોજ ડેનમાર્ક ગયા હતા અને આજે ઁસ્ મોદી ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા બાદ ભારત પરત ફરશે.