નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિમલાના રિજ મેદાનમાં આયોજીત ગરીબ કલ્યાણ સંમેલનના મંચથી દેશના ૧૦ કરોડ કિસાનોના બેંક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ૧૧માં હપ્તા અંતર્ગત ૨૧,૦૦૦ કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કર્યા હતા. આ યોજના અંતર્ગત દેશના ખેડૂતોના બેંક ખાતામાં અત્યાર સુધી ૨ લાખ કરોડથી વધારે રકમ ટ્રાન્સફર થઇ ચૂકી છે. પીએમ મોદીએ લદ્દાખના લાભાર્થી તાશી તુંદુપ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ પૂછ્યું કે લદ્દાખમાં ટૂરિસ્ટ આવવાના શરૂ થયા કે નહીં. તાશીએ જલ જીવન મિશન અને આવાસ યોજનાના લાભ વિશે પીએમ મોદીને જણાવ્યું હતું. લાભાર્થીએ જણાવ્યું કે મને કેન્દ્રની લગભગ અડધો ડઝન યોજનાનો લાભ મળી રહ્યો છે. બિહારના બાંકા જિલ્લાની લલિતા દેવીએ પીએમ મોદી સાથે વાતચીત કરી હતી. લલિતાએ કહ્યું કે તેમને ઉજ્જવલા યોજના, આવાસ યોજનાનો લાભ મળ્યો છે. પહેલા માટીના ઘરમાં રહેતા હતા, પાણી ટપકતું હતું, હવે પાકું મકાન મળી ગયું છે. શૌચાલય બનાવી લીધું છે. બહાર શૌચ જવામાં શરમ આવતી હતી. પીએમે પૂછ્યું કે બાળકોને ભણાવો છો? તેમણે કહ્યું કે મોટી દીકરી બીએ છે અને પુત્ર ઇંટરમાં છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્યની મદદ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે. તેમણે હિમાચલને ૩ મેડિકલ કોલેજ અને એઇમ્સની ભેટ આપવા માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. આ પહેલા પીએમ મોદીએ શિમલાના રિજ મેદાનના રસ્તામાં તેમના સ્વાગતમાં ઉભેલા લોકોનું ગાડીથી ઉતરીને અભિવાદન કર્યું હતું. લોકોએ પીએમના કાફલા પર ફૂલો વરસાવ્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સરકારના આઠ વર્ષ પુરા થવા પર શિમલામાં મંગળવારે ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લઇને વિભિન્ન યોજનાઓના લાભાર્થીઓ સીધો સંવાદ કર્યો હતો આ પછી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૧૧મો હપ્તો જાહેર કર્યો હતો.


