Delhi

વરુણ ધવન અને જ્હાન્વી કપૂર બવાલ ફિલ્મના શૂટિંગ માટે પેરિસમાં

નવીદિલ્હી
અપકમિંગ ફિલ્મ જુગ-જુગ જિયોના પ્રમોશનમાં લાંબા સમયથી બિઝી રહેલા વરુણ ધવને પેન્ડિંગ શૂટિંગ શીડ્યુલ્સ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. જ્હાન્વી કપૂર સાથે વરુણ ધવનની ફિલ્મ બવાલ માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે. રિસેન્ટલી વરુણે પેરિસ એરપોર્ટ પર જ્હાન્વી સાથેનો ફોટોગ્રાફ શેર કર્યો હતો. જેને જાેતાં આ બંને સ્ટાર્સે બવાલ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હોય તેમ જણાય છે. અપકમિંગ મૂવી જુગ જુગ જીયોના સોન્ગ રંગસારીનો વીડિયો પણ વરુણે શેર કર્યો હતો. જેમાં તે બર્લિનના રસ્તાઓ પર ડાન્સ કરતો જાેઈ શકાય છે. વરુણની સાથે આ ફિલ્મમાં કો-સ્ટાર કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતૂ કપૂર પણ જાેવા મળશે. બર્લિન પહોંચતા પહેલાં જ્હાન્વી કપૂર ફ્રાન્સમાં જ વેકેશન એન્જાેય કરી રહી હતી. વેકેશનના ફોટોગ્રાફ શેર કરતાં જ્હાન્વીએ કેપ્શનમાં લોંગ લીવ ફ્રાન્સ લખ્યું હતું. વરુણ ધવનની ફિલ્મ જુગ જુગ જીયો ૨૪મી જૂને રિલિઝ થઈ રહી છે. ક્રિતી સેનન સાથેની હોરર કોમેડી ભેડિયા અને દોસ્તાના ૨ જેવી ફિલ્મો લાઈન અપ થયેલી છે.

Entertainment-India-janhvi-kapoor-and-varun-dhawan-to-perform-bawal-in-paris.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *