નવીદિલ્હી
રાજ્ય બોર્ડ દ્વારા થોડા મહિના પહેલા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પરીક્ષાના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. ઝ્રમ્જીઈ પરિણામની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે, ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડમાં ઓછા માર્ક લાવતા વિદ્યાર્થીઓ ઘણા નિરાશ થાય છે. જાેકે આવા વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી. આવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાના પ્રયાસરૂપે ૨૦૦૯-બેચના ૈંછજી અધિકારી, અવનીશ શરણે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર પર તેમની ધોરણ ૧૦ ની માર્કશીટ શેર કરી હતી. શરણ, જે સિવિલ સર્વિસિસના છત્તીસગઢ કેડરમાં હતા, તેમણે યુપીએસસીમાં કુલ ૭૦૦ માંથી ૩૧૪ માર્કસ મેળવવામાં સફળતા મેળવી હતી. બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ (બી.એસ.ઈ.બી) દ્વારા થર્ડ ડિવિઝનની મહોર લગાવી હતી. અવનીશ શરણ વ્યક્તિની સફળતાના મેપિંગમાં માર્ક્સ કઈ રીતે મહત્ત્વના નથી તેના ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ સામે આવ્યા છે. શરણ જે હાલ ૈંછજી ઓફિસર છે. તેમની માર્કશીટમાં જાેવા મળે છે કે ધોરણ ૧૦ ની પરીક્ષામાં ગણિત વિષયમાં કુલ ૧૦૦ માંથી માત્ર ૩૧ માર્ક્સ મળ્યા હતા. સામાજિક વિજ્ઞાનમાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ હતી. આ સાથે જ ભૂગોળમાં શરણને ૫૦ માંથી માંડ ૧૯ માર્ક મળ્યા હતા. જણાવી દઈએ કે દરેક વિષયમાં ફાળવવામાં આવેલા પાસિંગ માર્કસ ૧૫ હતા. આવી જ પેટર્ન અન્ય વિષયોમાં પણ જાેવા મળે છે. અહીં માર્કશીટ પર એક નજર નાંખો. આઈએસ શરણે પોતાની માર્કશીટ શેર કરી ત્યારથી, પોસ્ટને લગભગ ૨૩,૦૦૦ લાઈક્સ મળી ચુકી છે અને નેટીઝન્સ તરફથી તેમની પોસ્ટ પર સેંકડો રિએક્શન મળ્યા છે. ઓ પોસ્ટમાં એક યૂઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, “માર્ક્સ ડઝન્ટ મેટર, ડ્રીમ્સ મેટર.” તો બીજા યૂઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, “માત્ર વાર્ષિક પરિણામ તમારું ભાગ્ય નક્કી કરી શકતું નથી,” અન્ય એક યૂઝરે પોસ્ટને “પ્રેરણાદાયી” ગણાવી હતી. એક યુઝરે કહ્યું, “દરેક વિદ્યાર્થી માટે પ્રેરણાદાયી અને અનુકરણીય છે. કુલ ૧૬,૪૮,૮૯૪ વિદ્યાર્થીઓએ બિહાર બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ માર્ચના અંતમાં જાહેર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં, ડિરેક્ટોરેટ ઓફ ગવર્નમેન્ટ એક્ઝામિનેશન્સ તેલંગાણાએ ધોરણ ૧૦નું પરિણામ જાહેર કર્યું. જેમાં કુલ ૫,૦૩,૫૭૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ ૪,૫૩,૨૦૧ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એક્ઝામિનેશન દ્વારા હજુ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના પરિણામો જાહેર કરવાના બાકી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સેન્ટ્રલ બોર્ડ ૧૫ જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરવાની યોજના બનાવી રહ્યું છે.


