નવીદિલ્હી
ઈંગ્લેન્ડને વેસ્ટ ઈન્ડિઝ સામેની એન્ટિગુઆ ટેસ્ટમાં જીતની આશા છે. પરંતુ સ્ટાર ખેલાડીની ઈજાના કારણે તેની આશાઓ પર ગ્રહણ લાગી રહ્યું છે. પહેલા તેમનો ઝડપી બોલર ઓલી રોબિન્સન ઘાયલ થયો હતો, હવે તે યાદીમાં માર્ક વૂડનું નામ પણ સામેલ થઈ ગયું છે. એન્ટિગુઆ ટેસ્ટના ત્રીજા દિવસે માત્ર ૫ ઓવર બોલિંગ કર્યા બાદ માર્ક વૂડને મેદાન છોડવું પડ્યું હતું. તે મેદાનની બહાર તેની સારવાર કરાવતો જાેવા મળ્યો હતો. આ તસવીરોએ ઈંગ્લેન્ડ માટે મુશ્કેલી ઉભી કરી છે. માર્ક વૂડને કોણીમાં ઈજાની ફરિયાદ છે. હાલ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પ્રવક્તાએ કહેવું છે કે તે પ્રથમ દાવમાં બોલિંગ કરતા જાેવા મળશે નહીં. પરંતુ, પરિસ્થિતિ એ નથી લાગતી કે તે બીજી ઇનિંગમાં પણ બોલિંગ કરતો જાેવા મળી શખે. માર્ક વૂડે ૧૭ ઓવર ફેંકી જ્યાં સુધી તે મેચમાં ઘાયલ નહોતો થયો અને ૧ વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ વિના વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે. ઓલી રોબિન્સન ઈજાના કારણે આ ટેસ્ટમાંથી બહાર છે. હવે આવી સ્થિતિમાં જાે માર્ક વૂડ પણ બોલિંગ નહીં કરે તો બેન સ્ટોક્સ પર વધુ દબાણ આવશે, જે પોતે ઈજામાંથી બહાર આવ્યો છે. સ્ટોક્સને એશિઝ દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં તેનું રમવું હજુ થોડા અઠવાડિયા પહેલા સુધી સસ્પેન્સ હતું. જાેકે, ઈંગ્લેન્ડની ટીમ મેનેજમેન્ટે કહ્યું છે કે તેઓ ખેલાડીઓના વર્કલોડનું ધ્યાન રાખશે. ક્રિસ વોક્સ પણ આ સ્થિતિમાં સ્ટોક્સના ભારમાં હિસ્સો થતો જાેવા મળી શકે છે. બેન સ્ટોક્સે અત્યાર સુધી પ્રથમ દાવમાં ૧૯ ઓવર ફેંકી છે. માર્ક વૂડની ઈજાને કારણે હવે બીજી ટેસ્ટમાં પણ તેના રમવા પર સસ્પેન્સ વધી ગયું છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ ૧૬ માર્ચથી રમાશે. તેમાં પણ ઓલી રોબિન્સનના રમવા પર ગ્રહણ લાગી ચૂક્યું છે. અને તેમાં માર્ક વૂડનું નામ સામેલ થતાં ઈંગ્લેન્ડની ટીમ અને કેપ્ટન જાે રૂટની મુશ્કેલી વધી ગઈ છે. જાે આમ થશે તો બોલિંગ વિકલ્પોને લઈને ઈંગ્લિશ ટીમ માટે મોટું સંકટ ઊભું થશે.
