નવીદિલ્હી
લોકસભામાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને એન.સી.પી નેતા સુપ્રિયા સુલેનો વીડિયો વાયરલ થયા બાદ મીમ્સનો વરસાદ શરૂ થયો હતો. વીડિયોમાં નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા બોલતા જાેઈ શકાય છે. તે જ સમયે શશિ થરૂર અને સુપ્રિયા સુલે પણ સતત વાત કરતા જાેવા મળ્યા હતા. થરૂર સુલેની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. વીડિયોના બેકગ્રાઉન્ડમાં કોઈએ ફિલ્મ પુષ્પાનું ગીત ‘તેરી ઝલક શર્ફી’ શેર કર્યું છે. જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો. હવે થરૂરે આ મામલે ટિ્વટ કર્યું છે. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી છે કે સુપ્રિયા સુલે અને તેઓ કોઈ પ્રશ્ન પર વાત કરી રહ્યા હતા, કારણ કે લોકસભામાં ભાષણ માટે આગળનો નંબર સુલેનો હતો. તે સમયે ફારુક અબ્દુલ્લા બોલતા હોવાથી તેઓ તેમને ખલેલ પહોંચાડવા માંગતા ન હતા, તેથી તેઓ નમીને સુલેને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. સુલેને ટિ્વટર પર ટેગ કરીને થરૂરે હિન્દી ફિલ્મના ગીતના શબ્દો શેર કર્યા. તેણે લખ્યું છે કે, ‘કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેનાપ.’ કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ઘણીવાર સોશિયલ મીડિયા પર અલગ-અલગ કારણોસર ચર્ચામાં રહેતા હતા. મહિલા સાંસદો સાથેની તેમની એક તસવીર પણ ખૂબ ચર્ચામાં રહી હતી. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતુ, ‘કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક જગ્યા નથી ?’ થરૂરે બાદમાં કહ્યું કે, તેમણે કાર્યસ્થળ પર સંવાદિતા બતાવવા માટે આ લખ્યું છે.
