નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૧ મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પહેલા પંજાબને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. પંજાબને કેપ્ટન મયંક અગ્રવાલ ફરી એકવાર ટીમને સારી શરુઆત અપાવવા માટે પોતાનુ યોગદાન આપવામાં નિષ્ફળ રહ્યો હતો. ઝડપ પ્રથમ બે વિકેટ ગુમાવવા છતાં પંજાબે શિખર ધવન અને લિયામ લિવિંગસ્ટોનની બેટીંગ વડે યોગ્ય સ્કોર ખડકવામાં સફળતા મેળવી હતી. ૨૦ ઓવરના અંતે પંજાબ કિંગ્સે ૮ વિકેટે ૧૮૦ રનનો સ્કોર ખડક્યો હતો. પંજાબ કિંગ્સે સિઝનમાં એક મેચ જીતી છે, વધુ એક જીત નોંધાવવા માટે તેણે રવિવારે પૂરો દમ દર્શાવવો જરુરી છે. પરંતુ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલ ખુદ જ વધુ એકવાર સારી શરુઆત અપવાવમાં નિષ્ફળ રહ્યો છે. તે પ્રથમ ઓવરના બીજા બોલ પર જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેના સ્થાને આવેલ ભાનુકા રાજપક્ષેની વિકેટ પણ અયોગ્ય તાલમેલને લઇ રન આઉટના સ્વરુપમાં ગુમાવી હતી. ધોનીએ ચપળતા પૂર્વક ભાનુકેને રન આઉટ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. શિખર ધવન અને લિયામ લિવિંગસ્ટોને શાનદાર રમત રમી હતી. બંનેએ મુશ્કેલીના વાદળોને વિખેરતી બેટીંગ કરી હતી અને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. બંનેએ મોકો મળે એમ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. શિખર ધવને ૨૪ બોલમાં ૩૩ રનની ઈનીંગ રમી હતી. જ્યારે લિવિંગસ્ટોને ૩૨ બોલમાં ૬૦ રનની આક્રમક ઈનીંગ દર્શાવી હતી. તેમે ૫ છગ્ગા અને ૫ ચોગ્ગા ફટકાર્યા હતા. બાદમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલ જીતેશ શર્માએ પણ આક્રમકતા અપાવી ટીમનુ સ્કોરબોર્ડ ઝડપી બનાવી રાખવા પ્રયાસ કર્યો હતો. તેણે ૧૭ બોલમાં ૨૬ રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે ૩ છગ્ગા જમાવ્યા હતા. શાહરુખ ખાન માત્ર ૩ રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. ઓડિયન સ્મિથ ૩ અને રાહુલ ચાહર ૧૨ રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા. રાહુલે શાનદાર એક છગ્ગો તેની ટૂંકી ઈનીંગ દરમિયાન લગાવ્યો હતો. કાગીસો રબાડા ૧૨ બોલમાં ૧૨ રન નોંધાવી અંતમાં અણનમ રહ્યો હતો. મુકેશ ચૌધરી તેની પ્રથમ મેચમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ પંજાબના બેટ્સમેનો સામે તેની બોલીંગ ખાસ અસરકારક રહી નહોતી તેણે ઈનીંગના બીજા બોલે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. પરંતુ બાદમાં પંજાબના બેટ્સમેનોએ તેની ઓવર પર ખૂબ રન મેળવ્યા હતા. તેણે ૪ ઓવરમાં ૫૨ રન ગુમાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ મેળવીને ૪ ઓવરમાં ૩૪ રન આપ્યા હતા. ક્રિસ જાેર્ડને ચેન્નાઈ માટે સારુ પ્રદર્શન કર્યુ હતુ, તેણે ૪ ઓવરમાં ૨૩ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી. જ્યારે ડ્વેન પ્રિટોરિયસે પણ ૨ વિકેટ મેળવી હતી. ડ્વેન બ્રાવોએ ૧ વિકેટ મેળવી હતી. જાેકે અંતમાં ડેથ ઓવરમાં ચેન્નાઈના બોલરોએ વાપસી કરી હતી. અને પંજાબની ઝડપી ગતીને બ્રેક લગાવવામાં સફળતા મેળવી હતી.


