Delhi

શું પિતાના મૃત્યું બાદ પુત્રએ તેમનું દેવું ચૂકવવું જરૂરી છે?

નવીદિલ્હી
જ્યારે કોઇપણ વ્યક્તિનું મૃત્યું થાય છે તો તેમના મોત બાદ પરિવારમાં પ્રોપર્ટીને લઇને ખૂબ વિવાદ થાય છે. ઘણીવાર પ્રોપર્ટી ન હોવાથી તે વ્યક્તિની લોન અને બેંક લોન પર પણ વિવાદ થાય છે. જાેવા મળે છે જ્યારે પણ પ્રોપર્ટી લેવાની વાત હોય છે તો ઘણા બધા લોકો આગળ આવી જાય છે, પરંતુ જ્યારે લોન ચૂકવવાની હોય છે તો ઘણા લોકો પીછેહઠ કરી દે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે આ જરૂરી છે કે પિતાના દેહાંત બાદ પુત્ર લોન ચૂકવે. એવામાં આજે અમે તમને તેની સાથે જાેડાયેલા નિયમો બતાવવા જઇ રહ્યા છે, જેથી તમે સમજી શકશો કે આખરે પિતાના મોત બાદ પુત્રની દેવૂ ચૂકવવાની જવાબદારી હોય છે અથવા પછી તે દેવૂ ચૂકવ્યા વિના પણ રહી શકે છે. સંવિધાનના આર્ટિકલ ૫૨ અને ૫૩ કહે છે કે, પિતા અથવા તેમના પણ પિતાના દેવાની ચૂકવણી તે જ વ્યક્તિ કરશે, જે તેમની સંપત્તિના ઉત્તરાધિકારી હશે. જાણકારો કહે છે કે દેવૂ ચૂકવવાની જવાબદારી ઉત્તરાધિકારી કોણ છે અને લોન કયા સ્વરૂપમાં તેના પર ર્નિભર કરે છે. આ સાથે જ તેમાં ઘણા પ્રકારની શરતો જાેવા મળે છે અને આ શરતોના આધારે ર્નિણય થાય છે. જેમ કે જે વ્યક્તિનું મૃત્યું થાય છે, તે વ્યક્તિ કો ધન-સંપત્તિ મુકીને ગયો છે કે નહી. તો બીજી તરફ બાળકોની સંપત્તિ પોતાના દમ પર બનાવવામાં આવી છે તો સ્થિતિ અલગ હોઇ શકે છે. જાે પૈતૃક સંપત્તિ છે તો સ્થિતિ અલગ હોય છે. આ સ્થિતિમાં જેટલી સંપત્તિના માલિક હશે, એટલા જ દેવાની જવાબદારી લેશે. જેમ કે માની લો કોઇ પરિવારમાં એક વ્યક્તિ સંપત્તિ ચાર લોકોમાં વહેંચાયેલી છે તો તેના પ્રમાણમાં દેવાની જવાબદારી રહેશે. આ ઉપરાંત ઘણી વસ્તુઓ પણ જાેવામાં આવે છે, જેમ કે બીજી કોઇ જવાબદારી તો નથી ને. પછી ઘણી પરિસ્થિતિઓ અને અન્ય કાયદાને ધ્યાનમાં રાખીને ર્નિણય લેવામાં આવે છે. આ ઉપરાંત અલગ લોન પર પણ ર્નિભર કરે છે કે કોણ કોને ચૂકવશે? હોમલોનની સ્થિતિમાં ઉત્તરાધિકારીને સંપત્તિનો અધિકારી મળે છે, એવામાં તેને જ લોન ચૂકવવી પડશે. કાર લોનની સ્થિતિમાં કાર વેચીને પૈસા લઇ શકે છે. પર્સનલ લોનની સ્થિતિમાં બેક નોમિનીની જવાબદારી હોય છે અને ઇંશ્યોરન્સ છે તો અલગ વાત છે. બિઝનેસ લોનની સ્થિતિમાં બેક નોમિનીની જવાબદારી હોય છે અને ઇંશ્યોરન્સ છે તો અલગ વાત છે. ક્રેડિટ કાર્ડમાં પણ સંપત્તિ આધારે સંપત્તિના આધારે પૈસા વસૂલવામાં આવે છે.

Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *