નવીદિલ્હી
પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની ચોંકાવનારી જાણકારી સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે આપી છે. તેમના પુત્રને ઘણી વખત ધમકીભર્યા ફોન કોલ્સ આવતા હોવાનું અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ તેને ઘણી વખત ધમકી આપી હોવાની વાત જણાવી છે. તેમણે વધુમાં કહ્યું છે કે, ધમકીઓ મળતી હોવાના કારણે તેણે બુલેટપ્રૂફ કાર વસાવી હતી. તે લોહિયાળ દિવસને યાદ કરતા બલકૌર સિંહે હ્લૈંઇમાં જણાવ્યું હતું કે, તે દિવસે મારો પુત્ર તેના મિત્રો ગુરવિંદર સિંહ અને ગુરપ્રીત સિંહ સાથે સિક્યોરિટી અને બુલેટપ્રૂફ કાર વગર ગયો હતો. હું બે સિક્યુરિટી ગાર્ડ સાથે કારમાં પુત્રની પાછળ હતો. એટલામાં જાેયું કે, એક સેડાન કાર મારા પુત્રની કાર થારનો પીછો કરી રહી છે. જવાહરકે ગામ પાસે મારા પુત્રની કાર પહોંચી ત્યારે ત્યાં પહેલેથી જ બોલેરો કાર પાર્ક કરેલી હતી અને તેમાં ચાર શખ્સો હતા. આ ચારેય જણાએ આંખના પલકારામાં મારા પુત્રની કાર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બલકૌર સિંહે હ્લૈંઇમાં કહ્યું છે કે, હું ત્યાં પહોંચ્યો અને મારા પુત્ર અને તેના મિત્રોને મનસાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બલકૌરસિંહે મુખ્યમંત્રી ભગવંત માનને વિનંતી કરી છે કે, તેઓ આ તપાસ હાઇકોર્ટના વર્તમાન જજ પાસે કરાવે. પોતાના પુત્રને ન્યાય અપાવવાની માંગ કરતા બલકૌર સિંહે કહ્યું કે, પંજાબ સરકારે ઝ્રમ્ૈં અને દ્ગૈંછને તપાસમાં સામેલ કરવા જાેઈએ. મુસેવાલાના પિતા બલકૌર સિંહે પંજાબના ડીજીપી પાસે જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી, અગાઉ ડીજીપીએ કહ્યું હતું કે, આ હત્યા ગેંગવોર લાગે છે. આ ઉપરાંત મુસેવાલાનો પરિવાર પણ મુસેવાલાનું પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર ન હતો. બલકૌર સિંહે સીએમ માનને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, તેમના પુત્રના મોત માટે આપ સરકારની અક્ષમતા જવાબદાર છે. તેમણે ઉમેર્યું કે, મુસેવાલાની માતા મને પૂછે છે કે મારો પુત્ર ક્યાં છે અને તે ક્યારે પાછો આવશે? તેમણે કહ્યું કે હું તેનો શું જવાબ આપું. અમને ન્યાય મળશે તેવી આશા છે. અહીં નોંધનીય છે કે, ગત રવિવારે મુસેવાલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેને પગલે પંજાબ પોલીસના ડીજીપીએ કહ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ આ ગેંગવોરનો મામલો હોવાનું જણાય છે. મુસેવાલા હત્યાકાંડમાં અત્યાર સુધીમાં ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
