Delhi

સિદ્ધુ મૂસેવાલા હત્યાના શૂટર અંકિત સિરસાને દિલ્હી પોલીસે પકડી પાડ્યો

નવીદિલ્હી
૨૯ મેના રોજ પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલાને માનસા જિલ્લામાં તેમના ગામ નજીક સશસ્ત્ર બદમાશો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા કેસમાં ગાયકની ગોળી મારીને હત્યા કરનાર અંકિત સિરસાની તેના સાથી સાથે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. બીજાે ધરપકડ કરાયેલ આરોપી સચિન ભિવાની સિદ્ધુ મૂઝવાલા કેસમાં ચાર શૂટરોને આશ્રય આપવા માટે જવાબદાર હતો. કહેવામાં આવી રહ્યું છે કે અંકિત સિરસાએ સિદ્ધુને ખૂબ જ નજીકથી ગોળી મારી હતી. પ્રિયવ્રતા ફૌજી પણ તેમની સાથે કારમાં હતા. શૂટરે મુસેવાલાને તેની કારમાંથી રસ્તામાં રોકી હતી. ત્યારબાદ મુસેવાલા પર અંધાધૂંધ ગોળીબાર કરીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સિદ્ધુ મૂઝવાલા હત્યાકાંડ પછી, સમગ્ર પંજાબમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ હત્યાકાંડ ત્યારે કરવામાં આવ્યો જ્યારે સિંગરની પંજાબ સરકાર દ્વારા સુરક્ષા ઘટાડવાનો ર્નિણય લેવામાં આવ્યો. સિક્યોરિટી ડાઉન થયાના એક દિવસ પછી તેને ગોળી મારીને મારી નાખવામાં આવી હતી. મુસેવાલા તેની જીપમાં સવાર હતા. આ દરમિયાન તેના પિતરાઈ ભાઈ અને એક મિત્રને પણ ફાયરિંગમાં ગોળી વાગી હતી.પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસમાં દિલ્હી પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે મૂઝવાલાના કિલર અંકિત સિરસાની ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલ દ્ગડ્ઢઇની ટીમે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સામેલ શૂટર અંકિત સિરસાની ધરપકડ કરી છે. અંકિત પર રાજસ્થાનમાં હત્યાના પ્રયાસના બે કેસ પણ ચાલી રહ્યા છે.

file-02-page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *