Delhi

સુપ્રિમ કોર્ટમાં આસિસ્ટન્ટ(જૂનીયર ટ્રાન્સલેટર)ની ભરતીનું નોટિફેકેશન બહાર પડ્યું

ન્યુદિલ્હી
જાે તમારી પાસે વિવિધ ભાષાનું જ્ઞાન હોય તો સુપ્રીમ કોર્ટમાં નોકરી માટે અરજી કરી શકો છો. સુપ્રીમ કોર્ટમાં કોર્ટ આસિસ્ટન્ટ (જૂનિયર ટ્રાન્સલેટર)ની પદ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પડ્યું છે. અરજી પ્રક્રિયા ૧૮ એપ્રિલથી શરૂ થઈ છે. અરજી કરવાની અંતિમ તારીખ ૧૪ મે, ૨૦૨૨ છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાદો અરજી કરવા માટે સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ જષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ પર અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખઃ ૧૮ એપ્રિલ ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખઃ ૧૪ મે, આ ભરતી અભિયાન હેઠળ ટ્રાન્સલેટરના ૨૫ પદ ભરવામાં આવશે. જેમાં અંગ્રેજીથી બંગાળી ટ્રાન્સલેટરના ૨ પદ, અંગ્રેજીથી તેલુગુના ૨ પદ, અંગ્રેજીથી ગુજરાતીના ૨ પદ, અંગ્રેજીથી ઉર્દૂના ૨ પદ, અંગ્રેજીથી મરાઠીના ૨ પદ, અંગ્રેજીથી તમિલના ૨ પદ, અંગ્રેજીથી મલયાલમના ૨ પદ, અંગ્રેજીથી મણિપુરીના ૨ પજ, અંગ્રેજીથી ઉડિયાના ૨ પદ, અંગ્રેજીથી પંજાબીના ૨ પદ અને અંગ્રેજીથી નેપાળીના ૧ પદ પર ભરતી કરવામાં આવશે. ટ્રાન્સલેટરના પદ પર અરજી કરનારા ઉમેદવારો પાસે અંગ્રેજી અને સંબંધિત સ્થાનિક ભાષામાં સ્નાતકની ડિગ્રી હોવી જાેઈએ. ઉપારંત અંગ્રેજીથી સ્થાનિક ભાષામાં અનુવાદ કાર્યમાં બે વર્ષનો અનુભવ હોવો જાેઈએ. ઉમેદવારોએ સ્થાનિક ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ પણ કરવો પડશે. પસંદગી પ્રક્રિયા સંબંધિત જાણકારી માટે ઉમદેવાર જષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ પર જઈ શકે છે. ઉમેદવારો આ વેબસાઇટ પર તમામ માહિતી જાેઈ શકે છે. આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને ૪૪,૯૦૦ રૂપિયા વેતન મળશે. ઉમેદવારોની વય ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ૩૨ વર્ષથી વધારે ન હોવી જાેઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *