નવીદિલ્હી
સોશિયલ મીડિયા પર હાલમાં વધુમાં વધુ વ્યૂઝ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવે છે. વીડિયો બનાવનારનો ફક્ત એક જ પ્રયત્ન હોય છે કે કોઇ એવો વીડિયો બનાવવામાં આવે જેને વારંવાર જુએ અને વધુમાં વધુ શેર કરે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ભૂત બનીને બીજા વ્યક્તિને ડરાવે છે. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રિક્ષા પર સૂઇ રહ્યો છે ત્યારે ત્યં એક બીજાે વ્યક્તિ આવે છે જેના મોંઢા પર ડરામણું માસ્ક લગાવેલું છે. ડરામણું માસ્ક પહેરી આ વ્યક્તિ સૂઇ રહેલા વ્યક્તિની ચાદર ખેંચવા લાગે છે પરંતુ આ દરમિયાન તેની આંખ ખુલી જાય છે. પોતાની સામે એક ભૂત જેવો વ્યક્તિ જાેઇને રિક્શા પર સૂઇ રહેલો વ્યક્તિ ડરી જાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર ॅઙ્મટ્ઠહીં_દૃૈજૈં નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. ૬૫ હજારથી વધુ લોકો તેને શનિવાર સાંજ સુધી ચૂક્યા છે. તેને ૧૪૯૦ લોકોએ લાઇક પણ કર્યો છે. એવું નથી કે દરેક આ વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોમાં ટિપ્પણી કરનાર કેટલાક લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે. ‘આ મજાક નથી, હુમલો છે.’


