Delhi

સોનાનો ભાવ ૫૦,૬૭૦ પ્રતિ ૧૦ ગ્રામ થયો ઃ ચાંદી ફરી ૫૭ હજારને પાર

ન્યુદિલ્હી
બે દિવસના ઘટાડા બાદ ગુરૂવારે સવારે ફરીથી સોનાની કિંમતમાં જાેરદાર ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારમાં ભાવ વધવાની અસર ભારતીય બજાર પર પણ જાેવા મળી હતી અને આજે સોના-ચાંદીના વાયદાના ભાવમાં વધારો થયો હતો. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ પર, સવારે ૨૪-કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ રૂ. ૧૭૦ વધીને રૂ. ૫૦,૬૭૦ પ્રતિ ૧૦ ગ્રામ થયા હતા. અગાઉ સોનામાં ૫૦,૬૬૧ રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો. સોનાની માંગમાં વધારો થવાને કારણે ટૂંક સમયમાં જ તેની કિંમતોમાં ઉછાળો જાેવા મળ્યો. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં ૦.૩૪ ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. અગાઉ વૈશ્વિક બજારમાં મોટા ઘટાડાથી સોનાના ભાવમાં સતત બે દિવસ સુધી ઘટાડો નોંધાયો હતો. સોનાની જેમ આજે સવારે ચાંદીના વાયદાના ભાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. એમસીએક્સ પર ચાંદીનો વાયદો રૂ. ૩૨૭ વધી રૂ. ૫૭,૦૫૩ પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉ ચાંદીમાં ખુલીને રૂ. ૫૭,૧૭૭ના સ્તરે કારોબાર શરૂ થયો હતો, જે માંગમાં ઘટાડાને કારણે નીચે આવ્યો હતો પરંતુ હજુ પણ ભાવ ૫૭ હજારની ઉપર જ છે. ચાંદી હાલમાં તેના પાછલા બંધ ભાવથી ૦.૫૮ ટકાના ઉછાળા પર ટ્રેડ થઈ રહી છે. આજે વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત ઇં૧,૭૪૪.૮૩ પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે, જે અગાઉના બંધ ભાવ કરતાં ૦.૩૫ ટકા વધુ છે. એ જ રીતે, ચાંદીની હાજર કિંમત પણ ઇં૧૯.૨૮ પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે, જે અગાઉના બંધ ભાવ કરતાં ૦.૬૭ ટકા વધુ છે. અગાઉ વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ સતત બે દિવસ સુધી ઘટયા હતા. સોના-ચાંદીના ભાવમાં હજુ પણ તીવ્ર વધઘટ જાેવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં તાજેતરમાં આવેલા ઘટાડાને કારણે ભારતીય બજારમાં પણ સોનું સસ્તું થયું છે. અગાઉ સરકારે આયાત ડ્યુટીમાં વધારો કર્યા બાદ સોનાના ભાવમાં વધારો થયો હતો. નિષ્ણાતો કહે છે કે સોનાની કિંમતમાં વધુ વધારો થશે, કારણ કે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાના પુરવઠા પર વધુ અસર થવાની પણ શક્યતા છે, જેના કારણે તેની કિંમતો ઉછળી શકે છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *