નવીદિલ્હી
ભાજપ નેતા સોનાલી ફોગાટના મોતના મામલે એક નવી વીડિયો ક્લિપ સામે આવી છે. જેમાં જાેઇ શકાય છે કે તેમને ડાન્સ ફ્લોર પર દારૂ પીવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. વીડિયોમાં દેખાતી વ્યક્તિ સુધીર સાંગવાન જેવી લાગે છે. જે ફોગાટના બે સહયોગીઓમાંથી એક છે. જેમને પોલીસ દ્રારા હત્યાના મામલે તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્રારા આ ક્લિપનો હવાલો આપવામાં આવ્યો છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે સુધીર સાંગવાને સોનાલી ફોગાટને બળજબરીપૂર્વક ‘કંઇક પદાર્થ’ પીવડાવતા જાેવા મળ્યા છે. પોલીસના અનુસાર સહયોગી તેના મોત પહેલાં હોટલ ગ્રાંડ લિયોની લઇ ગયા, જ્યાં તે બધા રોકાયા હતા. તપાસ અધિકારીએ સંબંધિત પરિસરના સીસીટીવી રેકોર્ડિંગની તપાસ કરી, અને જાણવા મળ્યું છે કે સુધીર, સોનાલીને પાણીની બોટલમાં કથિત રીતે કંઇક પીવડાવવા માટે બળજબરી કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે ગોવા પોલીસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નીએ નેતા સોનાલી ફોગાટના મોત મામલે ધરપકડ કરેલા બે આરોપીઓ ને અને કથિત માદક પદાર્થની આપૂર્તિ કરનાર એક સંદિગ્ધ તસ્કરને શનિવારે કસ્ટડીમાં લીધા છે. અધિકારીએ કહ્યું કે બંને આરોપીઓએ પોતાના નિવેદનમાં સંદિગ્ધ પાસે માદક પદાર્થ ખરીદવાની વાત ‘સ્વિકાર’ કરી હતી, ત્યારબાદ સંદિગ્ધ માદક પદાર્થ તસ્કર દત્તાપ્રસાદ ગાંવકરને અંજુનાથી કસ્ટડીમાં લેવામાં આવ્યા. અધિકારીના જણાવ્યા અનુસાર કસ્ટડીમાં લેવામાં આવેલા એક અન્ય વ્યક્તિની ઓળખ કર્લીઝ રેસ્ટોરેન્ટના માલિક એડવિન નૂન્સના રૂપમાં થઇ છે, જ્યાં ફોગાટ (૪૨) રહસ્યમય પરીસ્થિતિઓમાં પોતાના મોત પહેલાં ૨૨ ઓગસ્ટની મોડી રાત્રે પાર્ટી કરી રહી હતી. ફોગાટને ૨૩ ઓગસ્ટની સવારે ઉત્તરી ગોવા જિલ્લાના અંજૂનાના સેંટ એંથોનીમાં તેમના હોટલમાંથી મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા.
