ન્યુદિલ્હી
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બેંગ્લૉર અને લખનઉ વચ્ચે રોમાંચક મેચ રમાઇ, જાેકે અંતે બેંગ્લૉરે મેચમાં બાજી મારી લીધી, અને લખનઉને વધુ એક હારનો સામનો કરવો પડ્યો હતો. ફાક ડૂ પ્લેસીસની આગેવાની હેઠળ લખનઉ સામે શાનદાર રીતે ૧૮ રનથી જીત હાંસલ કરી, પરંતુ મેચમાં લખનઉના બેટ્સમેનની હરકત કેમેરામાં કેદ થઇ ગઇ, હાલમાં વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. બેંગ્લૉર સામે ૧૮૨ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનઉ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસનો આ વીડિયો છે. સ્ટૉઇનિસ ૧૯મી ઓવરના બીજા બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. જાેશ હેઝલવુડ દ્વારા તેનો શિકાર કરવામાં આવ્યો, જાેકે, આઉટ થયા પછી સ્ટોઇનિસનો ગુસ્સો સાતમા આસમાને હતો, તેને ગુસ્સામા ને ગુસ્સામાં બેટનો હવામાં ઉછાળ્યુ હતુ. પેવેલિયન તરફ જતા ગુસ્સામાં બેટને હવામાં સ્વિંગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વચ્ચે જ રોકાઈ ગયો. જાેકે, ખાસ વાત છે કે આ ઘટના દરમિયાન બેંગ્લૉરનો એક ખેલાડી વચ્ચે આવ્યો. જાે સ્ટોઈનિસે બેટ ફેરવ્યું હોત તો તે ખેલાડીને ઈજા થઈ શકી હોત. લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ત્યારબાદ બેંગ્લોરની ટીમે ૬ વિકેટ ગુમાવીને ૧૮૧ રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ ૮ વિકેટે ૧૬૩ રન જ બનાવી શકી અને ૧૮ રનથી મેચ હારી ગઈ.