Delhi

સ્પિનર રવિ બિશ્રોઈથી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ખુશ

ન્યુદિલ્હી
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટી૨૦ મેચમાં ટીમ ઇન્ડિયાએ સરળતાથી જીત મેળવી લીધી હતી. ભારતે ૬ વિકકેટ થી કેરેબિયન ટીમ સામે જીત મેળવી હતી. આ જીતમાં મહત્વની ભૂમિકા રાજસ્થાનથી આવતા લેગ સ્પિનર રવિ બિશ્નોઇ એ ભજવી હતી. તેણે ડેબ્યૂ મેચમાં જ ૧૭ રન આપીને બે વિકેટ ઝડપી હતી. આમ વેસ્ટ ઇન્ડિઝની ટીમ પર તેણે ગાળીયો કસવાનુ કામ કર્યુ હતુ. તેના આ શાનદાર પ્રદર્શનને લઇને કેપ્ટન રોહિત શર્મા એ પણ મેચ બાદ તેના ખૂબ વખાણ કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટીંગ ઇનીંગ રમતા ૧૫૭ રન કર્યા હતા. જ્યારે જવાબમાં ૧૮.૫ ઓવરમાં જ ભારતે મેચને જીતી લીધી હતી. રોહિત શર્માએ મેચ બાદ રવિ બિશ્નોઇને ખૂબ જ પ્રતિભાશાળી ગણાવ્યો હતો. અને તેનામાં ટીમને કંઇક અલગ જ જાેવા મળ્યુ હોવાનુ કહ્યુ હતુ. કેપ્ટન રોહિતે કહ્યુ, બિશ્નોઇ ખૂબ જ પ્રતિભાશાળી છે અને એટલા માટે જ અમે તેને સિધો જ સ્ક્વોડમાં સામેલ કરી લીધો હતો. અમને તેનામાં કંઇક અલગ જાેવા મળી રહ્યુ છે. આગળ પણ રોહિત શર્માએ કહ્યુ હતુ કે, બિશ્નોઇની બોલીંગને લઇને ટીમને અનેક પ્રકારના વિકલ્પ મળી રહ્યા છે. તેણે કહ્યુ, તેની પાસે અનેક પ્રકારની વિવિધતાઓ અને કાબેલીયત છે. તે કોઇપણ સ્થિતીમાં બોલીંગ કરી શકે છે અને જેનાથી અમને બાકીના બોલરને બદલવા માટે અનેક પ્રકારના વિકલ્પ મળે છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એ પણ સ્પષ્ટ કર્યું કે સારી પ્રતિભા હોવા છતાં ટીમે તેનો વધુ સારો ઉપયોગ કરવાની જરૂર છે. કેપ્ટનના જણાવ્યા અનુસાર, “ભારત માટે તેની પ્રથમ મેચથી હું ખૂબ જ ખુશ છું અને તેનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ છે અને હવે તે આપણા પર ર્નિભર છે કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ.” વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ ૨૦ ઓવરમાં ૧૫૭ રન કરી શકી હતી. વિન્ડીઝ તરફથી નિકોલસ પુરને સૌથી વધુ ૪૩ બોલમાં ૬૧ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેપ્ટન કિરોન પોલાર્ડે ૧૯ બોલમાં અણનમ ૨૪ રન કર્યા હતા. ભારત તરફથી ડેબ્યુ કરનાર રવિ બિશ્નોઇ અને હર્ષલ પટેલે ૨-૨ વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને યુઝવેન્દ્ર ચહલે ૧-૧ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે ટી૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ૬ વિકેટે મેચ જીતી લીધી હતી. વેંકટેશન અય્યરે છગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ ૪૦ રન જાેડ્યા હતા. સુર્યકુમાર યાદવે ૧૮ બોલમાં અણનમ ૩૪ રન અને વેંકટેશ અય્યરે ૧૩ બોલમાં અણનમ ૨૪ રનની ઇનિંગ રમી હતી. શ્રેણીની બીજી ટી૨૦ મેચ ૧૮ ફેબ્રુઆરીના રોજ રમાશે. ડેબ્યુ કરનાર અને મેચમાં ૨ વિકેટ લેનાર રવિ બિશ્નોઇને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ravi-bishnoi-rohit-sharma.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *