Delhi

હરિયાણાના મૃતક ડીસીપી ૩ મહિના બાદ નિવૃત્ત થવાના હતા

નવીદિલ્હી
હરિયાણાના તાવડું જીલ્લાના નૂંહ વિસ્તારના ડ્ઢજીઁ સુરેન્દ્ર સિંહને માઇનિંગ માફિયાએ ડંપરથી કચડી દીધા, જેથી તેમની ઘટના સથળે જ મોત થયી હતી. આ બનાવથી હાલ પરિવારમાં શૉકનો માહોલ છવાયો છે. ડ્ઢજીઁ સુરેન્દ્ર સિંહને પરિવારમાં ૨બાળકો છે, તેમની એક પુત્રી બંગ્લોરની બેન્કમાં ઓફિસર છે, અને પુત્ર કૅનેડામાં અભ્યાસ કરી રહ્યો છે.તેમના નાના ભાઈ અશોક સિંહ કૉ-ઓપરેટીવ બેન્કમાં ઓફિસર છે. તાવડુના ડીએસપી સુરેન્દ્ર સિંહ, હિસાર જિલ્લામાં આવતા આદમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સારંગપુર ગામના રહેવાસી હતા. તેઓ ૧૨.૦૪.૧૯૯૪ ના રોજ હરિયાણા પોલીસમાં છજીૈં તરીકે ભરતી થયા હતા અને ત્રણ મહિના પછી ૩૧ ઓક્ટોબરના રોજ પદ પરથી નિવૃત્ત થવાના હતા. સુરેન્દ્ર સિંહના ભાઈ અશોકે રડતા રડતા જણાવ્યું કે આજે સવારે ૮ઃ૦૦ વાગ્યે મોટા ભાઈ સાથે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેને ૩ મહિના પછી રિટાયર થઇ રહયા છે, પછી તે જલ્દી ઘરે આવી જશે. અશોકે જણાવ્યું કે અંતિમ વિદાય અને સલામી તેમના વતન સારંગપુર ગામમાં થશે. તાવડુ ડીએસપી સુરેન્દ્ર સિંહ બાતમીના આધારે પચગાંવ ગામની ટેકરીમાં ગેરકાયદેસર ખનન વિરુદ્ધ દરોડો પાડવા ગયા હતા. આ દરમિયાન જ્યારે તેમણે ડમ્પર ચાલકને વાહન રોકવા ઈશારો કર્યો ત્યારે તેણે વાહન તેમના પર ચડાવી દીધુ, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોતાના કબજામાં લીધી હતી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.ર્ આ ઘટના પચગાંવ ગામ પાસે બની હતી, જેમાં ડીએસપીના ગનમેન અને ડ્રાઈવર સુરક્ષિત હોવાનું કહેવાય રહ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ એસપી વરુણ સિંગલા ટીમ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મૃતદેહનો કબજાે લઇ પોસ્ટમોર્ટમ માટે સીએચસી નૂહમાં મોકલવામાં આવ્યો છે, ત્યારબાદ મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવશે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *