Delhi

હર્ષલ પટેલને આરસીબીએ ૧૦.૭૫ કરોડમાં ખરીદ્યો

નવીદિલ્હી
આઈપીએલ ૨૦૨૨ની હરાજી દરમિયાન, આરસીબીએ હર્ષલ પટેલ માટે પ્રથમ દાવ લગાવ્યો હતો. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સે તેના પર દાવ લગાવ્યો અને તેનું પેડલ પણ નીચું ન કર્યું. આવી સ્થિતિમાં, બોલી તરત જ ૪ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. પરંતુ આરસીબીએ ૪.૪૦ કરોડની દાવ લગાવ્યો અને તે પછી સીએસકેએ બોલી થી પોતાને દુર કરી લીધુ હતુ. પરંતુ ત્યારપછી સનરાઈઝર્સ હૈદરાબાદે બિડમાં ઝંપલાવ્યું હતું. બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેની બોલી લાંબી ચાલી અને ૧૦ કરોડ સુધી પહોંચી. પરંતુ બાદમાં હૈદરાબાદે હર્ષલને ૧૦.૭૫ કરોડમાં પોતાની સાથે પરત લીધો હતો. હર્ષલ પટેલ આઈપીએલમાં અત્યાર સુધીમાં ૬૩ મેચ રમી ચૂક્યો છે અને તેણે ૭૮ વિકેટ ઝડપી છે. ૨૭ રનમાં પાંચ વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેણે આઈપીએલમાં હેટ્રિક પણ લીધી છે. તે આ ટુર્નામેન્ટમાં જ દિલ્હી કેપિટલ્સ અને આરસીબી તરફથી રમ્યો છે. તે ગુજરાતનો છે પરંતુ સ્થાનિક ક્રિકેટમાં હરિયાણા તરફથી રમે છે. અહીં તેણે ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. તે ૨૦૧૦ અંડર ૧૯ વર્લ્‌ડ કપ રમનાર ભારતીય ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે. અહીં રમ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ તેને પોતાની સાથે લઈ ગઈ હતી પરંતુ તેને રમવાની તક મળી ન હતી. ત્યારબાદ ૨૦૧૨માં ઇઝ્રમ્ એ તેને પોતાની સાથે જાેડ્યો. પરંતુ તેનું પ્રદર્શન આરસીબી માટે કંઈ ખાસ નહોતું. ૨૦૧૮ની મેગા ઓક્શનમાં હર્ષલને દિલ્હી કેપિટલ્સ દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આઈપીએલ ૨૦૨૧ પહેલા દિલ્હીએ હર્ષલને બેંગ્લોરને આપ્યો હતો. આ સીઝન હર્ષલની કારકિર્દીને બદલી નાખનારી હતી. આમાં તેણે ૩૨ વિકેટ લીધી અને તે ૈંઁન્ની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો. આ પ્રદર્શન બાદ તેને ભારતીય ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડ સામે ટી૨૦માં ડેબ્યૂ કર્યું હતું. અત્યારે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની ્‌૨૦ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાનો પણ ભાગ છે.હર્ષલ પટેલ આઈપીએલ ૨૦૨૨માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતો જાેવા મળશે. આઈપીએલ ૨૦૨૨ની હરાજીમાં ૧૦.૭૫ કરોડ રૂપિયા ચૂકવીને આરસીબી તેને પોતાની સાથે લઈ ગયો. તેને ખરીદવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે જાેરદાર ટક્કર ચાલી રહી હતી. અંતે બેંગ્લોરની જીત થઈ. હર્ષલ પટેલ અગાઉ પણ ઇઝ્રમ્નો હિસ્સો હતો. પરંતુ તેને આઈપીએલ ૨૦૨૧ બાદ રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. હવે બેંગલોર તેને પાંચ ગણાથી વધુ પૈસા આપીને પોતાની સાથે પરત લઈ ગયું છે. ૨૦૨૧માં હર્ષલને બે કરોડ રૂપિયા મળતા હતા. તે છેલ્લી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

harshal-patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *