Delhi

હવામાન વિભાગે ૨૦ જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનની કરી આગાહી

નવીદિલ્હી
મોનસૂન દેશમાં પધાર્યા પહેલા કેરળના અલગ અલગ વિસ્તારોમાં જાેરદાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો, કેરળમાં આગામી થોડાક દિવસો સુધી હવામાન એવું જ રહેવાનું છે. કેરળમાં આગામી થોડાક દિવસો સુધી વરસાદ અને આંધી-તોફાનની ગતિવિધિઓ પણ જાેવા મળી શકે છે.દેશમાં ચોમાસાના આગમનની કાગડોળે રાહ જાેવાઇ રહી છે. ત્યારે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કેરળમાં આજે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થવા જઈ રહી છે. અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે ૨૭થી ૩૦ મેના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચશે પરંતુ પાછળથી હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસું ૧ જૂન સુધીમાં કેરળમાં પહોંચી શકે છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી બાજુ દેશના અલગ અલગ ભાગોમાં વાવાઝોડું અને તોફાનની સ્થિતિ છે. જ્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ત્યારે દેશમાં વાતાવરણે મિઝાજ બદલતા આજે આ જાહેરાત કરાઈ છે. આગામી ૪૮ કલાક દરમિયાન અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, સમગ્ર માલદીવ અને લક્ષદ્વીપ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. જાે વાત દેશની રાજધાની દિલ્હીની કરીએ તો, આજે ૨૯ મેના રોજ હળવા વાદળો છવાયેલા રહી શકે છે. જાેકે, સૌથી વધુ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી સંભાવના છે. દિલ્હીમાં આજે ન્યૂનતમ તાપમાન ૨૭ ડિગ્રી રહી શકે છે. જ્યારે ૩૦ મેના રોજ (આવતીકાલે) દિલ્હીમાં હળવો વરસાદ વરસી શકે છે. યૂપીની રાજધાની લખનઉમાં આજે ન્યૂનતમ તાપમાન ૨૬ ડિગ્રી અને સૌથી વધુ તાપમાન ૪૨ ડિગ્રી રહેશે. જ્યારે, આજે હળવા વાદળો પણ છવાયેલા રહી શકે છે. ગાજિયાબાદમાં ન્યૂનતમ તાપમાન ૨૮ ડિગ્રી અને સૌથી વધુ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાઈ શકે છે. મધ્યપ્રદેશના ભોપાલમાં આજે ન્યૂનતમ તાપમાન ૨૭ ડિગ્રી અને સૌથી વધુ તાપમાન ૪૦ ડિગ્રી રહી શકે છે. ગુજરાતના અમદાવાદમાં આજે ન્યૂનતમ તાપમાન ૨૯ ડિગ્રી અને સૌથી વધુ તાપમાન ૪૧ ડિગ્રી રહી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ, ૨૦ જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનની શક્યતા છે. અગાઉ ૧૦ જૂને વરસાદના આગમનનો વરતારો હતો. પરંતુ પવનની પેટર્ન બદલાતાં ૨૦ જૂન સુધી ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ ૧૦ જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પરંતુ પવનની પેટર્ન બદલાતા હવે ગુજરાતમાં ૨૦ જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા છે. પવનની પેટર્ન સાનુકૂળ ન હોવાથી કેરળમાં ચોમાસુ આગામી પાંચ દિવસમાં બેસવાની શક્યતા છે. જેથી હાલ ગુજરાતમાં ચોમાસુ વહેલું બેસવાની કોઇ શક્યતા નથી. આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ જ રહેવાનો છે. જેથી આગામી ૧૫ દિવસ સુધી રાજ્યમાં ચોમાસુ બેસવાની શક્યતા નહિવત હોવાથી વાતાવરણમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેશે. આ વર્ષે ૫ થી ૧૦ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા હતી. ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે, તેમજ ચાર-પાંચ દિવસમાં કેરળ સુધી પહોંચશે. પણ ત્યારબાદ પશ્ચિમ કાંઠા તરફ ખૂબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી ૧૫ દિવસ સુધી ચોમાસાની પ્રગતિ ધીમી રહેશે. એટલું જ નહિ રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકૂળ પેટર્ન ન રચાતાં વહેલું ચોમાસુ બેસે તેવા સંજાેગો હાલ નથી. મોનસૂનને લઈને હવામાન વિભાગે ખુશખબરી આપી છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે ૨૯-૩૦ મે સુધી મોનસૂન કેરળ પહોંચે તેવી આશા છે. સામાન્ય રીતે કેરળમાં મોનસૂન ૧ જૂન સુધી દસ્તક આપે છે, પરંતુ આ વખતે મોનસૂન સમય પહેલા જ કેરળમાં દસ્તક આપી શકે છે.

rain-in-Gujarat-amdavad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *