નવીદિલ્હી
કર્ણાટક હાઈકોર્ટના ર્નિણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા આદિલ અહેમદે દલીલ કરી છે કે ૧૫મીથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને વિવાદની અસર તેમના પર પડી રહી છે.તેના પર કોર્ટે કહ્યું કે તે આ મામલાની તપાસ કરી રહ્યા છે અને જે યોગ્ય હશે તે કરશે. કોંગ્રેસના નેતા અને હિજાબનું સમર્થન કરતા વકીલએ કહ્યું કે આ મામલે સોમવારે સુનાવણી થવી જાેઈએ. જેના પર સીજેઆઈએ કહ્યું કે મામલાને મોટા લેવલે ન ફેલાવો. તેના પર સોલિસિટર જનરલે કહ્યું કે, હાઈકોર્ટને હિજાબ વિવાદ પર ર્નિણય લેવાની છૂટ આપવી જાેઈએ, તેના પર કોઈ રાજનીતિ ન થવી જાેઈએ. એસજીના મામલે સીજેઆઈએ કહ્યું કે અમે રાજ્યની સ્થિતિ અને હાઈકોર્ટની સુનાવણી પર પણ નજર રાખી રહ્યા છીએ. અમારે એ પણ જાેવાનું છે કે શું આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ઉઠાવી શકાય છે. આપણે બધાના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવું પડશે. આપણે જાેવું પડશે કે આપણા માટે હસ્તક્ષેપ કરવાનો યોગ્ય સમય ક્યારે છે. સુનાવણી દરમિયાન, ઝ્રત્નૈંએ કહ્યું હતું કે તેઓ હજુ સુધી હાઈકોર્ટના સમગ્ર આદેશથી વાકેફ નથી. આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સંપૂર્ણ ઓર્ડર હજુ આવ્યો નથી. તેના પર સીજેઆઈએ કહ્યું કે પછી આપણે શું કરી શકીએ?સુપ્રીમ કોર્ટમાં આજે ફરી કર્ણાટક હિજાબ વિવાદ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દાખલ કરાયેલી અરજીઓમાં તાત્કાલિક સુનાવણીની વિનંતી કરવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે અમે જાેઈશું કે હસ્તક્ષેપ કરવાનો યોગ્ય સમય ક્યારે આવે છે. જણાવી દઈએ કે મામલો હાલ કર્ણાટક હાઇકોર્ટમાં છે. અરજદારોએ કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોંગ્રેસના નેતા બીવી શ્રીનિવાસ રાવની આ અરજીમાં ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટની ત્રણ જજની બેંચે આગામી આદેશ સુધી શાળાઓ અને કોલેજાેમાં ધાર્મિક પોશાક પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો. હાઈકોર્ટના આગળના આદેશ સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ ન પહેરવાના વચગાળાના આદેશને પડકારતાં એડવોકેટ દેવદત્ત કામતે દલીલ કરી હતી કે હાઈકોર્ટનો વચગાળાનો આદેશ વ્યાજબી નથી. પરીક્ષાઓ માથા પર છે. તેના પર સીજેઆઈએ કહ્યું કે હાઈકોર્ટ હજી તેની સુનાવણી કરી રહી છે, તેથી હાઇકોર્ટ જ આ મામલે સુનવણી કરે તે યોગ્ય રહેશે. જ્યારે એસજી તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે તેને રાજકીય અને ધાર્મિક બનાવવો જાેઈએ નહીં. તો વચ્ચે વચ્ચે એસ.જી.તુષાર મહેતાને રોક્યા ઝ્રત્નૈંએ કહ્યું કે અમે તમામ નાગરિકોના મૂળભૂત અધિકારોની સુરક્ષા માટે બેઠા છીએ. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સાંભળીશું.
