Delhi

હિન્દી ઓછું જાણવાને કારણે ભૂલ થઈ ઃ અધીર રંજન ચૌધરી

નવીદિલ્હી
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીના ‘રાષ્ટ્રપત્ની’ વાળા નિવેદન પર એક તરફ ભાજપ આક્રમક છે તો તેના પર સફાઈ આપતા કહ્યું કે, ‘ભૂલથી મારા મોઢામાંથી નિકળી ગયું. ભૂલ થઈ ગઈ જાે ફાંસી આપવાની છે તો ફાંસી આપી દો.’ રાષ્ટ્રપત્ની શબ્દ કહ્યાં બાદ વિવાદોમાં ઘેરાયેલા કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી માફી માંગશે. આ પાંખડીઓ આગળ માફી નહીં માંગે. અધીર રંજને પોતાની સફાઈમાં કહ્યું કે, હિન્દી ઓછુ જાણવાને કારણે ભૂલ થઈ. અધીર રંજને કહ્યુ, ‘મેં પહેલા પણ ઘણા નિવેદન આપ્યા છે જેમાં મેં રાષ્ટ્રપતિ કહ્યું છે. હાલ એક રિપોર્ટર સાથે વાત કરતા મારા મોઢામાંથી રાષ્ટ્રપત્ની નિકળી ગયું. મેં ત્યારબાદ તેને શોધવાનો પ્રયાસ કર્યો તે કહેવા માટે કે તેને કોઈ જગ્યાએ મુકવામાં ન આવે પરંતુ તે મને મળ્યો નહીં અને ક્લિપ ચાલી ગઈ.’ તેમણે કહ્યું- હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિ, ભલે તે બ્રાહ્મણ હોય, ભલે મુસલમાન હોય કે આદિવાસી હોય અમારા માટે રાષ્ટ્રપતિ છે. અધીર રંજને કહ્યુ કે, ‘મારા મોઢામાંથી રાષ્ટ્રપત્ની શબ્દ નિકળી ગયો. હવે હું શું કરૂ? આ ભૂલ થઈ છે. ભાજપ પર મામલો વધારવાનો આરોપ લગાવતા કહ્યું કે હવે આ ભૂલ માટે ફાંસી આપવી હોય તો ફાંસી આપી દો.’ નોંધનીય છે કે આ પહેલાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, અધીર રંજને દેશ અને રાષ્ટ્રપતિની માફી માંગવી જાેઈએ. સ્મૃતિએ કહ્યું કે કોંગ્રેસે ઉમેદવારના રૂપમાં દ્રૌપદી મુર્મૂને કઠપુતળી ગણાવ્યા હતા અને અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્નીના રૂપમાં સંબોધિત કર્યાં. કોંગ્રેસના નેતાએ આ અપમાનજનક કામ કર્યું છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *