નવીદિલ્હી
૧ ઓગષ્ટ તારીખ સાથે દર મહિનાની જેમ આ વખતે પણ કેટલાક ફેરફારો થવાના છે. ગેસની કિંમત ઉપરાંત, તેમાં બેંકિંગ સિસ્ટમ સાથે સંબંધિત કેટલાક અપડેટ્સ પણ શામેલ છે. નિયમોમાં ફેરફારની સીધી અસર તમારા પર પડશે. આ સિવાય બેંકોમાં પણ દર મહિના કરતા આ મહિને વધુ રજાઓ રહેશે. જાે તમારું ખાતું બેંક ઓફ બરોડામાં છે, તો આ સમાચાર તમારા કામના છે. આ ૧ ઓગસ્ટથી બેંક ઓફ બરોડામાં ચેક દ્વારા પેમેન્ટ કરવાનાનિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને જાણ કરી છે કે, ૧ ઓગસ્ટથી રૂપિયા ૫લાખ કે તેથી વધુ રકમના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત બેંકે એસએમએસ, નેટ બેંકિંગ અથવામોબાઈલ એપ દ્વારા ચેકથી સંબંધિત માહિતી આપવાની રહેશે. દર મહિનાની જેમ આ વખતે પણ પહેલી ઓગસ્ટથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. આ વખતે કંપનીઓ ઘરેલું અનેકોમર્શિયલ બંને ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, આ વખતે સિલિન્ડરના ભાવમાં ૨૦ થી ૩૦ રૂપિયાનોફેરફાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત વખતે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તું હતું, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરમાં ૫૦ રૂપિયાનો વધારોકરવામાં આવ્યો હતો. આ વખતે ઓગસ્ટમાં મહોરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા અનેક તહેવારો આવી રહ્યા છે. આકારણોસર, આ વખતે વિવિધ રાજ્યો સહિત કુલ ૧૮ દિવસ બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ તેની યાદીમાં જાહેરાત કરી છેકે, ઓગસ્ટમાં બેંક ઘણા દિવસો સુધી બંધ રહેશે. આ મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને ચાર રવિવાર સહિત કુલ ૧૮ દિવસ બેંકો બંધ રહેશે.

