Delhi

૧૨ મે સુધી એલઆઈસીનો આઈપીઓ આવી શકે છે

નવીદિલ્હી
ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડએ આઈપીઓ-બાઉન્ડ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ૨૦ ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટને મંજૂરી આપવાના સરકારના ર્નિણયની સૂચના આપી હતી. ડીપીઆઈઆઈટીએ સોમવારે જાહેરનામું બહાર પાડ્યું હતું. કેન્દ્રીય કેબિનેટે ગયા મહિને દેશની સૌથી મોટી વીમા કંપનીના ડિસઇન્વેસ્ટમેન્ટના ર્નિણયને મંજૂરી આપી હતી. સરકારના આ પગલાથી દેશની સૌથી મોટી વીમા કંપનીના ડિસઇન્વેસ્ટમેન્ટમાં સરળતા રહેશે. સરકારે આઈપીઓ દ્વારા શેરબજારમાં એલઆઈસીના શેરના લિસ્ટિંગને મંજૂરી આપી છે. વિદેશી રોકાણકારો આ મેગા આઈપીઓમાં ભાગ લેવા ઈચ્છે છે જાેકે વર્તમાન ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પોલિસી હેઠળ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૫૬ હેઠળ રચાયેલ વૈધાનિક નિગમમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં વિદેશી રોકાણ માટેની કોઈ વિશેષ જાેગવાઈ નથી. હાલમાં એફડીઆઈ પોલિસી અનુસાર સરકારી મંજૂરી હેઠળ જાહેર ક્ષેત્રની બેંકોમાં વિદેશી રોકાણની મર્યાદા ૨૦ ટકા છે તેથી એલઆઈસી અને અન્ય કોર્પોરેટ સંસ્થાઓમાં ૨૦ ટકા સુધી વિદેશી રોકાણને મંજૂરી આપવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ હિસ્સાના વેચાણથી રૂ. ૬૩,૦૦૦ કરોડ એકત્ર થવાની ધારણા છે. આઈપીઓ ભારત સરકાર દ્વારા ર્ંહ્લજી સ્વરૂપે લાવવામાં આવી રહ્યો છે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨૮.૩ કરોડ પોલિસીઓ અને ૧૩.૫ લાખ એજન્ટો સાથે નવા પ્રીમિયમ બિઝનેસમાં ૬૬ ટકા બજારહિસ્સો ધરાવે છે. સરકારે માર્ચમાં આ આઈપીઓ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વર્તમાન જીઓ પોલીટીકક ટેંશન અને આર્થિક પરિસ્થિતિમાં તે ટાળવામાં આવે તેવી શક્યતા છે. સરકાર પાસે સેબીમાં નવા દસ્તાવેજાે ફાઇલ કર્યા વિના જીવન વીમા નિગમનો આઈપીઓ લાવવા માટે ૧૨ મે સુધીનો સમય છે. જાે સરકાર ૧૨ મે સુધીમાં આઈપીઓ લાવવામાં નિષ્ફળ જાય તો તેણે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જણાવતા સેબી પાસે નવા દસ્તાવેજાે ફાઇલ કરવા પડશે. છેલ્લા પખવાડિયામાં બજારની અસ્થિરતા ઓછી થઈ હોવા છતાં બજાર વધુ સ્થિર થવાની રાહ જાેવામાં આવશે જેનાથી છૂટક રોકાણકારોને શેરોમાં રોકાણ કરવાનો વિશ્વાસ મળશે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ રિટેલ રોકાણકારો માટે તેના કુલ આઈપીઓ કદના ૩૫ ટકા સુધી અનામત રાખ્યું છે. રિટેલ રોકાણકારો રિઝર્વ હિસ્સાની ભરપાઈ કરવા માટે આશરે રૂ. ૨૦,૦૦૦ કરોડની જરૂર છે. વર્તમાન રિટેલ માંગ સ્ટોકના સમગ્ર ક્વોટાને ભરવા માટે પૂરતી નથી. જાે આ મહિને આ આઈપીઓ આવે છે તો સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે ૭૮ હજાર કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણનો લક્ષ્યાંક હાંસલ કરશે. જાે આમ નહીં થાય તો ફરી એકવાર સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ જશે.

Life-Insurance-Corporation-of-India.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *