નવીદિલ્હી
ઈરાનથી દેશ નિકાલની સજા મેળવનાર મેહરાન કરીમી નાસેરીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેનું નિધન પેરિસના ચાર્લ્સ ડી ગૉલ એરપોર્ટ પર થયું હતું. જણાવી દઈએ કે મેહરાન પર અમેરિકી ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગે ‘ધ ટર્મિનલ (્રી ્ીદ્બિૈહટ્ઠઙ્મ)’ નામની ફિલ્મ બનાવી હતી, જેના પર ઘણાં એવોર્ડ્સ પણ જીત્યા છે. મેહરાન એ વ્યક્તિ છે, જેને ઈરાનમાંથી દેશ નિકાલની સજા મળી હતી અને ઓગસ્ટ ૧૯૮૮થી જુલાઈ ૨૦૦૬ સુધી પેરિસ એરપોર્ટ પર રહ્યા હતાં. આ દરમિયાન તેના પર બનેલી ફિલ્મ ૨૦૦૪માં રિલીઝ થઈ હતી. રિપોર્ટ અનુસાર મહેરાનને એરપોર્ટ ટર્મિનલ ૨ એફમાં હાર્ટ અટેક આવ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, મેહરાન કરીમી નાસેરી હાલના અઠવાડિયાઓમાં ફરી પેરિસના ચાર્લ્સ ડી ગૉલ એરપોર્ટ પર રહેતા હતાં. તે એરપોર્ટના ટર્મિનલ ૧માં રહેતા હતાં. મેહરાનને પેરિસ એરપોર્ટ પર પ્રેમથી લોકો સર અલ્ફ્રેડ મેહરાન કહીને બોલાવતા હતાં. જણાવી દઈએ કે વર્ષ ૧૯૮૮માં બ્રિટનમાં શરણાર્થીના રુપે રાજનૈતિક શરણ આપવાની ના પાડી દેવામાં આવી હતી જ્યાર બાદ મેહરાન પહેલીવાર એરપોર્ટ પર વસી ગયા હતાં. મેહરાન કરીમી નાસેરી (સ્ીરટ્ઠિહ દ્ભટ્ઠિૈદ્બૈ દ્ગટ્ઠજજીિૈ)ની માતા સ્કૉટિશની નાગરિક છે, તો પણ બ્રિટને તેને શરણ ના આપી, જ્યારબાદ તેની નાગરિકતાને લઈને સવાલો ઉઠ્યા હતાં. વૈરાઇટી અનુસાર, તેમણે પોતાને સ્ટેટલેસ ઘોષિત કર્યા બાદ એરપોર્ટ પર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. તે પોતાવા સામાન હંમેશા સાથે જ રાખતા હતાં. મેહરાનને પહેલી વાર ૨૦૦૬માં હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ એરપોર્ટ પર છોડી દેવામાં આવ્યો હતો. મેહરાન કરીના નાસેરીએ એરપોર્ટ પર ૧૮ વર્ષ વિતાવ્યા બાદ પહેલી વાર વાંચવા, ડાયરી લખવા અને અર્થશાસ્ત્રનું અધ્યયન કરવામાં સમય વિતાવ્યો હતો. સ્ટીવન સ્પીલબર્ગે વર્ષ ૨૦૦૪માં ફિલ્મ ‘ધ ટર્મિનલ’ બનાવવાનો ર્નિણય કર્યો હતો. તેમાં ટૉમ હૈંક્સ લીડ રોલમાં જાેવા મળ્યો હતો. ફિલ્મમાં ટૉમને એક પૂર્વ યૂરોપીય વ્યક્તિના રુપે અભિનય કર્યો હતો, જે સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશ વંચિત હોવા છતાં ન્યૂયોર્કના જૉન એફ કૈનેડી એરપોર્ટ પર રહેતો હતો.


