Delhi

૨૦, ૨૧ મેના રોજ જયપુરમાં ભાજપના કાર્યકર્તાઓનું બ્રેન સ્ટોર્મ કરાશે

નવીદિલ્હી
ભાજપ દ્રારા આગામી ૨૦ અને ૨૧ મેના રોજ જયપુર ખાતે આ બ્રેન સ્ટોર્મ સેશનનું આયોજન કરવામાં આવશે. તેમાં દેશના વિભિન્ન ભાગોમાંથી આવનાર પાર્ટી પદાધિકારી ભાગ લેશે. આ સંમેલનની અધ્યક્ષતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. જ્યારે પીએમ મોદી વર્ચુઅલી આ સેશનમાં જાેડાશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે. સૂત્રોના અનુસાર પાર્ટી તરફથી તમામ રાજ્યોના અધ્યક્ષો અને મહાસચિવોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે પોતાના પ્રદેશોમાં પાર્ટીને મજબૂત કરવાનો વિસ્તૃત પાવર પોઇન્ટ પ્રેજેંટેશન બનાવીને લાવે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં એક વર્ષની અંદર યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પર પણ પાર્ટીની રણનીતિ બનાવી શકે છે. બ્રેન સ્ટોર્મ સેશનમાં પદાધિકારીઓને સોશિયલ મીડીયાનો સારો ઉપયોગ કરવા અને બિનજરૂરી વિવાદથી બચવાની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. પાર્ટી નેતાઓના અનુસાર સેશનમાં પીએમ મોદીના કાર્યકાળના ૮ વર્ષો પર પદાધિકારીઓના ફીડબેક પણ લેવામાં આવી શકે છે. સાથે જ આગામી દિવસોમાં બૂથ લેવલ પર ઉપર સુધી પાર્ટીને મજબૂત કરવાના પ્લાન પર ચર્ચા થઇ શકે છે. કેન્દ્ર સહિત દેશના મોટાભાગમાં શાસન કરી રહેલી ભાજપ સરકારે પોતાના વિસ્તારને વધારવાનો ર્નિણય કર્યો છે. તેના માટે તે ટૂંક સમયમાં તમામ પદાધિકારીઓનું બ્રેન સ્ટોર્મ પોગ્રામ કરશે. આ સેશનમાં સંગઠનને મજબૂત કરવા માટેના ઉપાયો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. પાર્ટીના રાજસ્થાન પ્રભારી અરૂણ સિંહે કહ્યું કે દેશના તમામ રાજ્યોના પાર્ટી પદાધિકારી આ સેશનમાં ભાગ લેશે. પ્રોગ્રામ દેશમાં સંગઠનને મજબૂત બનાવવા અને વિવિધ સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત અધ્યક્ષના નિર્દેશ પર બાકી મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *