Delhi

૨૦૦૨ ગુજરાત રમખાણો મોદીજીએ ભગવાન શંકરની જેમ ખોટા આક્ષેપોનું વિષપાન કરીને બધું સહન કર્યું ઃ અમિત શાહ

નવીદિલ્હી
ગુજરાતમાં ગોધરા ટ્રેનકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો મામલે ગૃહમંત્રી અમિત શાહે મૌન તોડ્યું છે. અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં ગુજરાતના રમખાણો અંગે ખુલ્લીને વાત કરી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણો અંગે એસઆઇટીના ક્લોઝર રિપોર્ટ વિરુદ્ધ ઝાકિયા જાફરી તરફથી કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના લોકોને ક્લીન ચિટ આપી છે. અમિત શાહે જણાવ્યું છે કે, પીએમ મોદીએ ૧૮-૧૯ વર્ષની લડાઈમાં ઘણું સહન કર્યું છે. સાથે જ તેમણે કહ્યુ કે કોઈ મજબૂત મનનો વ્યક્તિ જ આવું સ્ટેન્ડ લઈ શકે છે.
૧૮-૧૯ વર્ષની લડાઈ દરમિયાન દેશના એક મોટા નેતાએ એક પણ શબ્દ બોલ્યા વગર ભગવાન શંકરની જેમ ઝેરને ગળામાં ઉતારીને સહન કર્યું છે. આજે જ્યારે સત્ય સોનાની જેમ ચમકતું બહાર આવ્યું છે ત્યારે આનંદ થાય છે. મેં મોદીજીને ખૂબ નજીકથી આ દર્દ સહન કરતા જાેયા છે. કારણ કે કોર્ટ પ્રક્રિયા ચાલી રહી હોવાથી સત્ય જાણવા છતાં અમે કંઈ નહીં બોલીએ. ખૂબ મજબૂત મનનો માણસ જ આવું સ્ટેન્ડ લઈ શકે છે. મોદીજીની પૂછપરછ થઈ હતી ત્યારે કોઈએ વિરોધ પ્રદેશન કર્યું ન હતું. મારી ધરપકડ થઈ હતી ત્યારે પણ કોઈ ધરણા કે પ્રદર્શન થયા ન હતા. જે લોકોએ મોદીજી પર આરોપ લગાવ્યો હતો તેમની જાે અંતરઆત્મા છે તો તેમણે તેમની અને બીજેપીની માફી માંગવી જાેઈએ.
જ્યાં સુધી ગુજરાત સરકારનો સવાલ છે ત્યાં સુધી અમે કોઈ ઢીલ રાખી ન હતી, જે દિવસે ગુજરાત બંધની જાહેરાત થઈ ત્યારે જ અમે સેના બોલાવી લીધી હતી. ગુજરાત સરકારે એક પણ દિવસ મોડું કર્યું ન હતું, કોર્ટે પણ આ વાત માની છે.
સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે, ઝાકિયા જાફરી બીજાની દોરવણી હેઠળ કામ કરતા હતા. એનજીઓએ અનેક પીડિતો પાસેથી સોગંદનામા પર હસ્તાક્ષર લીધા હતા અને તેમને જાણ પણ નથી. બધા જાણે છે કે તીસ્તા સેતલવાડની એનજીઓ આ બધુ કરી રહી હતી. એ સમયે યુપીઆઇ સરકારે પણ એનજીઓની ખૂબ મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *