Delhi

૨૧ જુલાઈએ એક દિવસીય સત્રનું આયોજન કરવામાં આવ્યું

નવીદિલ્હી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની આગેવાની હેઠળ ગુજરાત વિધાનસભામાં એક નવો જ પ્રયોગ થવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાત વિધાનસભા ખાતે આગામી ૨૧ જુલાઈએ એક દિવસીય સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઈતિહાસ ગુજરાત રચશે. આ સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ ફરજ પર હાજર રહેશે. આ અંગેના આયોજનની રૂપરેખા પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ માટે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. વિધાનસભાનાં અધ્યક્ષના જણાવ્યા મુજબ યુવાનોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને, તેની ચર્ચા કેવી રીતે થાય વગેરે રૂબરૂ શીખી શકાય એ મુખ્ય હેતુ છે. જે ૨૧ જુલાઈના રોજ આ કાર્યક્રમ યોજાશે. જેમાં પસંદ કરાયેલા ૧૮૨ વિદ્યાર્થીઓ વિધાનસભા ચલાવવા માટે તૈયાર રહેશે. અમદાવાદ સહિતના અન્ય જિલ્લા જેવા કે સુરત, રાજકોટ, વડોદરા, અમરેલી, કચ્છ, ગાંધીનગર, જામનગર, આણંદ, ગોંડલ, મહેસાણા, નડિયાદ જેવા ઝોનલ વિસ્તારમાંથી યુવા વિધાનસભા કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. આ ઈન્ટરવ્યુ માટે સ્કૂલ પોસ્ટ સંસ્થા સાથે સંકળાયેલી ૩૫૦૦ જેટલી સ્કૂલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે પૈકી ૩૯૦ સ્કૂલ સંચાલકોએ પોતાની સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવડાવ્યો હતો. જેમાં આની ઈન્ટરવ્યુ પ્રક્રિયા બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલી હતી. એક દિવસ માટે ધારાસભ્ય પદે નક્કી કરવામાં આવેલા યુવા વિધાનસભાના કેબિનેટ મંડળના સભ્યોએ શનિવારના રોજ બપોરે ગાંધીનગર વિધાનસભા ખાતે સાંજના ૬.૩૦ વાગ્યા સુધી રિહર્સલ કર્યું હતું. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય સાથે પણ મુલાકાત (ફૈજૈં) કરી હતી. આ રિહર્સલમાં રાજ્યમાં પેપર લીક, રોજગારી, ખાડાં સહિતની સમસ્યા, સરકારી સ્કૂલો બંધ થાય છે અને ખાનગીક૨ણ વધ્યું છે, બિલ રજૂ થશે, પ્રશ્નોત્તરી, બજેટ ડૉ. નિમાબેન પર ચર્ચા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન સ્કૂલ પોસ્ટ સંસ્થા દ્વારા ક૨વામાં આવશે. અમદાવાદ – ૬૩, ગાંધીનગર – ૨૧, વડોદરા – ૧૪, અમરેલી – ૭, જામનગર – ૪, આણંદ – ૧, રાજકોટ – ૩૯, સુરત – ૧૬, કચ્છ – ૧૦, ગોંડલ – ૫, મહેસાણા – ૧, નડિયાદ – ૧ આગામી ૨૧ જુલાઈના રોજ આ તમામ વિદ્યાર્થીઓને એક દિવસ માટે મંત્રી અને ધારાસભ્ય બનવાનો અવસર મળશે જેને લઈ તમામ વિદ્યાર્થીઓ સહિત તેઓના વાલિયોમાં ખુંશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.સાથે સાથે તમામ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *