નવીદિલ્હી
દલેર મહેંદીના નામની પાછળ પણ ખાસ કિસ્સો છે. તેમના માતા પિતાએ તે સમયે ડાકૂ દલેર સિંહના નામથી પ્રભાવિત થઈને તેમનું નામ રાખ્યું હતું. જ્યારે દલેર મોટા થયા તો જાણીતા ગાયક પરવેઝ મહેંદીના નામ પર તેમના નામની આગળ સિંહની જગ્યાએ મહેંદી જાેડી દેવામાં આવ્યું, આ રીતે દલેર સિંહ દલેર મહેંદી બની ગયા. ૧૧ વર્ષની ઉંમરમાં દલેરે ગાવાનું શીખવા માટે ઘર છોડ્યું હતું. તેઓ ગોરખપુર ઉસ્તાદ રાહત અલી ખાન સાહેબને ત્યાં પહોંચ્યા હતા. આ પછી ૧૩ વર્ષની ઉંમરમાં તેમને યૂપીના જૌનપુરમાં પોતાનું પહેલું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું. દલેર મહેંદીના ડેબ્યૂ આલ્બમની વાત કરીએ તો તે તા રા રાપ છે. આ પછી દલેર મહેંદી પોપ સ્ટાર બન્યા. તેમને અનેક એવોર્ડ પણ મળ્યા. તેમના ફેમસ ગીતોમાં દર્દી રબ રબ, તુનક તુનક તુન, ના ના ના રે, રંગ દે બસંતી, દંગલ ટ્રાઈટલ ટ્રેક સહિત અન્ય પણ છે.દેશમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ ચાલુ થઈ ચૂકી છે ત્યારે એક ખાસ સમાચાર આવી રહ્યા છે. જાણીતા પંજાબી સિંગર દલેર મહેંદી આ દિવસે પહેલા મેટાવર્સ કોન્સર્ટમાં પરફોર્મન્સ આપવાની તૈયારી કરી ચૂક્યા છે. તેમના ફેન્સ ઁટ્ઠિંઅદ્ગૈંી.ર્ૈ પર તેમનું પરફોર્મન્સ માણી શકશે. તેઓએ આ કોન્સર્ટની જાણકારી ઈન્સ્ટાગ્રામ પર પણ આપી છે. દલેર મહેંદીએ આ પગલું દેશમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસને લઈને ઉઠાવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ મોબાઈલ કે પીસીની મદદથી દલેર મહેંદીના આ કોન્સર્ટ સાથે જાેડાઈ શકાશે. પરફોર્મન્સના સમયે દલેર પોતાના હિટ સોન્ગ્સને રજૂ કરશે. તેમાં નમોહ નમોહ, ઈન્ડિયા ઈન્ડિયા અને જાગો ઈન્ડિયા જેવા સોન્ગ્સ પણ સામેલ કરાશે. મેટાવર્સ કોન્સર્ટ શાનદાર છે કેમકે તેની મદદથી આર્ટિસ્ટ દેશ દુનિયામાં ક્યાંયથી પણ લાઈવ પરફોર્મન્સ કરી શકે છે. અન્ય તરફ દર્શક પણ આરામથી ઘરેબેઠા આ પરફોર્મન્સની મજા લઈ શકે છે. મેટાવર્સ સંગીતકારોને વધારે ક્રિએટિવિટીનો અવસર આપે છે. હોલિવુડની ફિલ્મોમાં મોટા લેવલ પર મેટાવર્સનો ઉપયોગ કરીને દર્શકોનું મનોરંજન કરાય છે. ૫૪ વર્ષના દલેર મહેંદી ગીતકાર, લેખક અને રેકોર્ડ પ્રોડ્યુસર પણ છે. તેમના ગીતો દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં પસંદ કરાય છે.


