નવીદિલ્હી
હાલ વિશ્વમાં ભારત ખુબ જ ઉમદા નામ કમાવી રહ્યું છે તે પણ દરેક ક્ષેત્રમાં ભારત પોતાની આગવી છાપ બનાવી રહ્યું છે જેથી તમામ દેશોની નજર ભારત તરફ છે અને તમામ દેશો ભારતની તાકાત અને સુજબુઝને વખાણી રહ્યા છે ત્યારે દુનિયાભરમાં ભારતની તાકાત વધી છે અને એટલું જ નહી ગત થોડા મહિનાઓમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી માંડીને બ્રિટીશ પ્રધાનમંત્રી બોરિસ જાેનસન દિલ્હીનો પ્રવાસ કરી ચૂક્યા છે. હવે રાજધાનીમાં ૪૦ દેશોના ગુપ્તચર એજન્સીઓની એક મહત્વપૂર્ણ બેઠક થઇ રહી છે. દુનિયાના ૪૦ થી વધુ દેશોના ગુપ્તચર એજન્સીઓના મોટા અધિકારીઓ ભારતના પ્રવાસે છે અને દિલ્હીમાં ઇંટેલિજેન્સ એજન્સીઓની મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠકમાં આતંકવાદ, ડ્રગ્સ અને દુનિયાની સામે હાજર સંકટ પર પણ ચર્ચા થશે. ગુપ્તચર એજન્સીઓની બેઠકમાં કેનેડા, બ્રિટન, ફ્રાંસ અને યૂરોપીયન દેશોના ઇંટેલિજન્સ ઓફિસર સામેલ રહ્યા છે. આ ઉપરાંત ઘણા દેશોના મોટા ગુપ્તચર અધિકારીઓ પણ દિલ્હીમાં એકઠા થયા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર રહી શકે છે. જાસૂસોની આ મહત્વપૂર્ણ બેઠકમાં ચીનને લઇને પણ ચર્ચા થવાની છે જેની સાથે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. તે પોતાની વિસ્તારવાદી નીતિઓ પર અડગ છે અને ગલવાન જેવી ઘટના બાદ પડોશી દેશ સાથે દ્વિપક્ષીય સંબંધોમાં ઘટાડો આવ્યો છે. આ બેઠકનું આયોજન રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (એનએસસીએસ) તરફ કરવામાં આવી રહ્યું છે.