Goa

અમેરિકામાં યોગી સરકારના સમર્થનમાં રેલી યોજાઈ

ગોવા
ઉત્તર પ્રદેશ સહિત ૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે કેલિફોર્નિયાના ફ્રેમોન્ટ શહેરમાં રહેતા ભારતીય લોકોએ ભાજપની જીત માટે કાર રેલીનું આયોજન કર્યું હતું. ર્દ્ગહ-ઇીજૈઙ્ઘીહં ૈંહઙ્ઘૈટ્ઠહજ એટલે કે દ્ગઇૈંજ, ભાજપની નીતિઓથી પ્રભાવિત થઈને આ રેલી દ્વારા તેમના પરિવાર, મિત્રો અને ભારતમાં રહેતા લોકોને ભાજપને સમર્થન આપવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ રેલીમાં ૨૦૦ લોકો અને લગભગ ૧૫૦ કારોએ ભાગ લીધો હતો. રેલી બાદ તમામ લોકોએ યોગી સરકારના પ્રચાર માટે ગીત પણ ગાયું હતું. દ્ગઇૈં ફોર ઈન્ડિયાના બેનર હેઠળ આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેલિફોર્નિયામાં રહેતા શચિન્દ્ર નાથ, દ્ગઇૈં ફોર ઈન્ડિયાના સ્થાપક છે અને ભારતમાં યોજાઈ રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપી રહ્યા છે. મૂળ ઉત્તર પ્રદેશના સિકંદરાબાદના શચિન્દ્ર નાથે જણાવ્યું હતું કે તેઓએ દેશના પાંચ રાજ્યોની સાથે જ તેમના મિત્ર ૧૧૩ સહસવાન વિધાનસભાના ભાજપના ઉમેદવાર ડીકે ભારદ્વાજ અને સિકંદરાબાદના ભાજપના ઉમેદવાર લક્ષ્મીરાજ સિંહ સહિત ઉત્તરપ્રદેશના ત્રણ ભાજપના ઉમેદવારો માટે કાર રેલી કાઢવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ રેલી ભાજપના ઉમેદવારોનું મનોબળ વધારવાના ઉદ્દેશ્યથી કાઢવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ રેલીમાં ૨૦૦ લોકોએ ભાગ લીધો હતો અને લગભગ ૧૫૦ કારો સામેલ થઈ હતી. રેલી પછી તમામ લોકોએ યોગી સરકારના પ્રચાર માટે એક ગીત પણ ગાયું હતું – ‘જાે રામ કો લાયે હૈ હમકો ઉનકો લાયેંગે, યુપીમાં ફિર સે હમ ભગવા લહરાયેંગે.’ તેમણે જણાવ્યું કે બદાયૂ જિલ્લાની સહસવાન વિધાનસભા સીટથી ઉભેલા ભાજપના ઉમેદવારને સમર્થન આપવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

UP-Election-America-Cars-Rally.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *