ગોવા
દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપે ચાર રાજ્યોમાં જીત મેળવી છે. દેશનું સૌથી નાનું રાજ્ય ગોવામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. અહીં ૪૦ સીટોમાંથી ૨૦ સીટો મ્ત્નઁએ જીતી છે. સાથે તેમને ૩ અપક્ષ અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ૨ ધારાસભ્યોએ ટેકો આપ્યો છે. આ રીતે તેનો આંકડો ૨૫ પર પહોંચી ગયો છે, જે બહુમત કરતા ૪ વધુ છે. જેથી તેમની સરકાર બનશે તે નિશ્ચિત છે. કોંગ્રેસને માત્ર ૧૧ બેઠકો મળી છે. જ્યારે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી.આમ આદમી પાર્ટીને પ્રથમ વખત વિધાનસભામાં એન્ટ્રી મળી છે. તેના બે ઉમેદવારો જીત્યા છે, પરંતુ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ દ્વારા સીએમનો ચહેરો બનાવાયેલા અમિત પાલેકર ચૂંટણી હારી ગયા છે. આ ચૂંટણીમાં ્સ્ઝ્રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.તમને જણાવી દઈએ કે,મમતા બેનર્જીએ ગોવા ચૂંટણીની જવાબદારી પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીને આપી હતી. પશ્ચિમ બંગાળમાં જીત બાદ ્સ્ઝ્રએ ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવાનો ર્નિણય કર્યો હતો. છેલ્લા કેટલાક મહિનામાં પાર્ટીના નેતાઓ અને મંત્રીઓએ ગોવા પહોંચીને જનસંપર્ક અભિયાન કર્યું હતું. પાર્ટીના અખિલ ભારતીય મહાસચિવ અભિષેક બેનર્જીએ ગોવાની જવાબદારી સંભાળી હતી. મહિલાઓને દર મહિને ૫,૦૦૦ રૂપિયા આપવાનું પણ વચન આપવામાં આવ્યું હતું. જાે કે, પરિણામ જાહેર થયા પછી તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે.કારણ કે એક પણ સીટ મ્ત્નઁ જીતી શકી નથી. જાેકે, તૃણમૂલ કોંગ્રેસે હાર સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરિણામો જાહેર થયા પછી અભિષેક બેનર્જીએ દાવો કર્યો હતો કે પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલી ્સ્ઝ્રએ ગોવામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેઓ આગામી પાંચ વર્ષ સુધી આ રાજ્યમાં વધુ મહેનત કરશે.વધુમાં તૃણમૂલ સાંસદે કહ્યું, ‘આગામી પાંચ વર્ષ અમે જમીન પર કામ કરીશું. ખૂબ જ ઓછા સમયમાં, અમે કદાચ આ રીતે દરેક સુધી પહોંચી શક્યા નહી હોય.’