Gujarat

અંકલેશ્વરના બોરભાઠામાં પંચાયતે પક્ષીઓ માટે કલાત્મક ચબૂતરો બનાવ્યો

ભરૂચ
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તાર ગણ્યાગાંઠ્‌યા ચબૂતરાઓ જાેવા મળે છે. સાંપ્રત સમયમાં જંગલો નષ્ટ થતા પશુ-પક્ષીઓ માટે રહેણાંક વિસ્તારોમાં પ્રકૃતિ પ્રેમીઓ ચબુતરા બનાવી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામ ખાતે સુંદર કલાત્મક ચબૂતરો ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે. પ્રકૃતિના જતનના અભાવે આકાશમાં સૂર્ય દેવતા અગનજ્વાળા ઓકી રહ્યા છે. બળબળતા ઉનાળાના પ્રારંભથી જ અબોલ પક્ષીઓ માટે ચણ અને જળની વ્યવસ્થા અમુક લોકો કરતા હોય છે. ત્યારે ગરમીના તાપથી અબોલ પક્ષીઓ વિલુપ્ત થવાની કગાર પર જાેવા મળી રહ્યા છે. અંકલેશ્વર-ભરૂચ વચ્ચે નર્મદા તટ નજીક ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા પક્ષીઓનું આશ્રય સ્થાન બની રહે તેવું અરણ્યવન ઊભું કરાયું છે. પરંતુ માનવ વસ્તી વચ્ચે અંકલેશ્વરમાં ભાગ્યે જ ચબૂતરાઓ જાેવા મળે છે. ત્યારે વિનામુલ્યે પ્રકૃતિ પાસેથી જળ, પ્રાણવાયુનો લાભ લેતાં લોકો પણ અબોલ પક્ષીઓ માટે આગળ આવે તે અત્યંત જરૂરી છે.

Numerous-platforms-in-Ankleshwar-city-and-GIDC-area.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *