નવરાત્રિમાં દિવસે-દિવસે રંગત આવી રહી છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં વિવિધ સોસાયટીઓમાં પણ ગરબાની ધૂમ મચી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગરબાની સાથે સાથે ટીમલી ડાન્સ પણ ખેલૈયાઓ માણી રહ્યા છે. તો બીજી તરફ બે વર્ષ બાદ તહેવારની ઉજવણી માટે મળેલી તકને ઝડપીને ખેલૈયા ગરબા રમી રહ્યા છે. ત્યારે સાતમા નોરતે દરેક પાર્ટી પ્લોટ અને શેરી ગરબાના ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઊભરાઈ ગયાં છે. ખેલૈયાઓ અવનવા પોશાક અને ગરબાના સ્ટેપ સાથે ગરબે ઝૂમતા નજરે પડી રહ્યા છે.

