અંકલેશ્વરની એસવીઇએમ હાઈસ્કૂલ ખાતે મહિલા એડવોકેટ દ્વારા વિદ્યાર્થીનીઓને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓને પોક્સો એક્ટ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત કાનુની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ અરવિંદકુમાર તથા એક્ઝીક્યુટીવ ચેરમેન સોનિયા ગોકાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ દ્વારા 20 ઓક્ટોબર સુધી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં વિદ્યાર્થીઓને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિરના આયોજનના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલા એસવીઈએમ હાઈસ્કૂલ ખાતે એડવોકેટ પ્રીતિ તિવારી અને એડવોકેટ સપનાસીંગની અધ્યક્ષતા હેઠળ પોક્સો એક્ટ અંતર્ગત કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટના કાયદા અંગે વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય સહીત શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.


