Gujarat

અંકલેશ્વર જીઅસીડીસી પોલીસે ભડકોદ્રા ગામે દારૂનો જથ્થો પકડ્યો, કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બદકોદ્રા ગામની નવી નગરીમાં ઈંગ્લીશ દારૂનો વેપલો ચાલતો હોવાની માહિતીની આધારે રેઇડ કરી હતી. પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો નંગ ૧૦૫ મળીને કુલ ૧૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાં પોલીસ દ્વારા અનેક સ્થળોએ રેઇડ કરીને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તેમ છતાંય બુટલેગરો પણ પોતાના ધંધાઓ ચલાવતા હોય છે. વાત કરીએ અંકલેશ્વર શહેરની તો જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ દિવાળી તહેવાર નિમિત્તે તેમના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે સમયે માહિતી મળી હતી કે, અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલી નવી નગરીમાં રહેતો મહેશ અબુભાઈ વસાવા તેમના ઘરે દારૂ સંતાડીને દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે ભડકોદ્રા ગામની નવી નગરીમાં તેના ઘરે રેઇડ કરતા પોલીસ આવી હોવાની જાણ થઈ જતા ઘરમાં કોઈ મળી આવ્યું ન હતું. જેથી તેના ઘરમાં તપાસ કરતા તેમના વાડામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી નાની-મોટી દારૂની બોટલો નંગ ૧૦૫ કિંમત રૂ.૧૦.૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મુખ્ય બુટલેગર મહેશ અબુભાઈ વસાવાને વૉન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *