શું વહીવટીતંત્ર અકસ્માત થયા પછી ગટર બંધ કરશે..??*
જગવિખ્યાત અંબાજી યાત્રાધામ તરીકે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે લાખોની સંખ્યામાં માઇ ભકતો દર વર્ષે માતાજીના દર્શને આવતા હોય છે જ્યારે અંબાજી ખાતે મેન માર્કેટમાં પંચાયત ની સામે મોટી ગટર ખુલ્લી હાલતમાં રસ્તા વચ્ચે પડેલી છે જાણે વહીવટીતંત્ર અકસ્માત ની રાહ જોઈ રહ્યું હોય અને અકસ્માતનો કોઈપણ વ્યક્તિ ભોગ બને તે પછી આ ગટરને બંધ કરવાનું કામ કરવામાં આવશે એવું જાણે ચિત્ર જોવા મળે છે છેલ્લા ઘણા મહિનાથી આ ગટર ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે આ ગટર ની ઊંડાઈ ત્રણથી ચાર ફૂટ છે ગ્રામ પંચાયતની એક્ઝેટ સામેના ભાગે આવેલી છે તેમ છતાં પણ ગ્રામ પંચાયત સેક્રેટરી શ્રી કે સરપંચ શ્રી ની પણ નજર આ ગટર સામે જતી નથી હવે આ ગટર અકસ્માતનો ભોગ બન્યા પછી જ તેને બંધ કરવામાં આવશે તેવું ગટરને જોઈ લાગે છે…
@@ *શું આ ગટર હવે બંધ થશે..?* @@
યાત્રાધામ અંબાજી ના વિકાસ માટે કરોડની ગ્રાન્ટ દર વર્ષે આવતી હોય છે અને મેન માર્કેટ થી જ ત્રત્રીઓ મંત્રીઓ પણ મા અંબાના દર્શન કરવા જતા હોય છે છતાં પણ આ ખુલ્લી ગટર તંત્રને નજર આવતી નથી..
*અહેવાલ = વિકર સરગરા , અંબાજી*

