Gujarat

અંબાજી ખાતે ભારતીય સંસ્કૃતિની આગવી છાપ પ્રસારતો રક્ષાબંધનનો પર્વ અનોખી રીતે ઉજવવામાં આવ્યો

*નરેન્દ્ર મોદીજી ને ૫૦૦ જેટલી બહેનોએ અનોખી રીતે બાંધી રાખડી*
 નેશન ફસ્ટ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રભક્તિને લગતા વૈવિધ્યસભર કાર્યક્રમો કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ અંબાજી ખાતેના પ્રજાપતિ ભવનમાં અંબાજી ચેપ્ટર દ્વારા રાષ્ટ્રભક્તિ અને ભારતીય સંસ્કૃતિની આગવી છાપ પ્રસારતો રક્ષાબંધનનો પર્વ અનોખી રીતે ઉજવવામાં આવ્યો . કાર્યક્રમમાં અંબાજી , દાંતા , હડાદ , વિરમપુર , અમીરગઢ , ઈકબાલગઢ સહિતના અંતરિયાળ વિસ્તારમાંથી વિવિધ સમાજની 700 જેટલી બહેનો લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને રાખડી બાંધવા ઉલ્લાસભેર ઉમટી પડેલ . બહેનો દ્વારા ભારત માતા નુ પુજન કરીને વડાપ્રધાનશ્રીની પ્રતિકૃતિને અંબાજી માતાજીને ચડાવેલ કંકુથી કુમકુમ તિલક કરી અંબાજી મંદિરની રક્ષા પોટલી દ્વારા રાખડી બાંધી હિન્દુ હ્રદય સમ્રાટ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સુરક્ષા , દિર્ઘાયુ માટે જગત જનની મા અંબેને પ્રાર્થના કરવામાં આવી હતી . આ પ્રસંગે નેશન ફસ્ટ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને લોકસેવક ડૉ હેમરાજ રાણા દ્વારા બહેનોને ભારત માતાની છબી અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા માટે રાષ્ટ્રધ્વજ વિનામુલ્યે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા . બહેનોને અંબાજી માતાના પ્રસાદની સાથે સાથે મોદી સાહેબને રાખડી બાંધતો ફોટો યાદગીરી સ્વરૂપે તાત્કાલિક સ્થળ પર જ ફ્રેમિંગ કરીને આપવામાં આવેલ . વધુમાં ડૉ હેમરાજ રાણાએ જણાવેલ કે રાખડી બાંધેલ બહેનોની યાદી સાથે તમામ રાખડીઓ પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાં મોકલવામાં આવશે . કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે શ્રી રમણભાઈ મા પટેલ , પ્રાંત સંરક્ષક , સક્ષમ ગુજરાત અને જનરલ કાઉન્સિલ મેમ્બર , દ્રષ્ટી દિવ્યાંગજન સશક્તિકરણ સંસ્થાન , ભારત સરકાર તેમજ વક્તા તરીકે ડૉ યજ્ઞાબેન જોશી , ક્ષેત્રિય સંયોજિકા , દુર્ગાવાહિની , વિશ્વ હિન્દુ પરિષદ ઉપસ્થિત રહ્યા હતા . નેશન ફસ્ટ ફાઉન્ડેશનનાં ચીફ પેટ્રન શ્રી હિતેષભાઈ પંડયાએ તમામ બહેનોને શુભેચ્છા સંદેશ પાઠવેલ . કાર્યક્રમમાં ઈશ્વરસિંહ સોલંકી , પ્રભારી અંબાજી મંડળ ભાજપ , રેખાબેન ખાણેસા , પુર્વ ધારાસભ્ય પાલનપુર , ડૉ સંજય દેસાઈ , પુર્વ ચેરમેન ગુજરાત ગોપાલક વિકાસ નિગમ , કૃણાલભાઈ ભટ્ટ , પ્રભારી પાટણ વિધાનસભા , લાધુભાઈ પારઘી , જિલ્લા આદિજાતી મોર્ચા પ્રમુખ ભાજપ , રાજુભાઈ માજીરાણા , જિલ્લા પંચાયત સદસ્ય , શ્રી ડી બી પટેલ , પોલીસ ઈન્સપેક્ટર અંબાજી , શાંતાબેન તરાલ , રાજુભાઈ ડાભી , અન્નપુર્ણાબેન ડાભી સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા . તમામ બહેનોએ ખુશી વ્યક્ત કરી હતી . આ વિસ્તારમાં આવો પહેલીવાર કાર્યક્રમ યોજાયેલ . ડૉ હેમરાજ રાણા અને નેશન ફસ્ટ ફાઉન્ડેશનની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી .
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20220811_204229.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *