અમદાવાદ
મિલાપસિંહ પઢિયાર નામના ડોક્ટરનું રાજસ્થાનના ખેરવાડામાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મૃતક મિલાપસિંહનો જન્મદિવસ હોવાથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના મિત્રોએ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ એકત્રિત કરવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું.ર્ અમદાવાદમાં ખોખરા ખાતે હાટકેશ્વર રોડ પર સ્થિત ગંગામૈયા સોસાયટીની સામે ગઢવી બંગ્લોઝ સંકુલમાં સવારથી જ સ્વર્ગસ્થ તબિબના પરિવારની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં તબિબ મિત્રો તથા નાગરીકોએ રક્તદાન કર્યું હતું.એક ડોક્ટરનું અકસ્માતમાં મૃત્યુ થયા બાદ તેમના સાથી મિત્રોએ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ એકત્રિત કરવા માટે યોજવામાં આવ્યો હતો. ૧૨૫ બોટલ બ્લડ એકત્રિત કરવાના ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો.
