રાજકોટ
ગુજરાતમાં જ્યાં કોળી અને ઠાકોર સમાજની વસતી વધારે હોય ત્યાં રાજકીય પક્ષ ટિકિટ આપે. સમાજમાંથી ૫ ધારાસભ્યો બને તેવી આશા છે. અજિતભાઈ અને કુંવરજીભાઈ વચ્ચેના વિવાદની વાત કરીએ બંને સારા આગેવાન છે. બધા આગેવાનો ભેગા મળી સુરત બેઠક કરી તેમના ર્નિણય માટે સારા પ્રયત્નો કર્યા હતા. સમાજ સાથે છે જ અને રહેવું જાેઇએ. અજિતભાઇ અને કુંવરજીભાઈ વચ્ચે વ્યક્તિગત વિવાદ છે, કારણ કે બંને સમાજની સાથે જ છે. સમાજ પણ તેમની સાથે છે. બંનેએ સાથે બેસી વિવાદનો ઇંત લાવવો જાેઇએ. આમ તો બંને વચ્ચે કોઈ અંગત અદાવત હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આમ છતાં સાથે બેસી પ્રશ્નોનું નિરાકરણ લાવવું જાેઇએ. ૧૪ મેના રોજ સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની ગોલ્ડન જ્યુબિલી મહોત્સવ યોજાયો હતો. જેમાં અજિત પટેલે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે જાહેરાત કરી હતી. આ મહોત્સવમાં અજિત પટેલે કુંવરજી બાવળિયા પર આક્ષેપો કર્યા હતા. બાદમાં કુંવરજી બાવળિયા અને અજિત પટેલ વચ્ચે વિવાદ ઉભો થયો હતો.અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રમુખ તરીકે રાજકોટના વિક્રમ સોરાણીની નિમણૂક કરવામાં આવી છે. વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હી દ્વારા મને બિનહરિફ તરીકે ગુજરાતનો પ્રમુખ બનાવ્યો છે. ત્રણ વર્ષના મારા કામની નોંધ લેવામાં આવી હતી. મારા સમાજ માટે હર હંમેશ વિકાસના કામો કરવાના પ્રયાસ રહેશે.
