|
|||
વિક્રમ સાખટ રાજુલા
જાફરાાદ તાલુકા ના કોળી સમાજ ના પટેલ અને જાફરાબાદ ના કોળી અગ્રણી તથા સામાજિક કાર્યકર એવા કરનભાઈ બારૈયા ની અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી દ્વારા અમરેલી જિલ્લા ના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.જેને મનહરભાઈ બારૈયા એ તથા ગૌરણભાઈ ડોક્ટર,એકતા ગ્રુપના રાકેશભાઈ બારૈયા વિગેરે વધાવેલ છે.અને ક્રણભાઈ ઉતરોતર સફળતાના શિખરો સરકરે તેવી શુભ કામનાઓ પણ પાઠવેલ છે. જાફરાબાદ તાલુકામાં તેમજ અમરેલી જિલ્લામાં છેલ્લા 20 વર્ષથી સેવાકીય કાર્ય અને રાજકીય કારકિર્દી ધરાવતા કરણભાઈ પટેલ જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેઓને અખીલ ભારતી કોળી સમાજના અમરેલી જિલ્લાના પ્રમુખ બનાવતા જિલ્લાના તમામ શહેરોમાંથી તેઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે કોરોના ના સમયમાં પણ કરણભાઈ દ્વારા પોતાની પ્રાઇવેટ બસો દ્વારા લોકોને સુરત અને મુંબઈ થી પોતાના વતન લાવવામાં સારી કામગીરી કરવામાં આવી હતી ત્યારે તેઓ ઉતરોતર પ્રગતિ કરે તેઓ લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે



