અમદાવાદ
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા પ્રોસેસથી અમેરિકન નાગરિકોનો લીડ ડેટા મેળવી તેમને ‘લેન્ડીંગ ક્લબ કંપની તરફથી પ્રી-એપ્રુવ લોન મળી શકે તેમ છે’ તેવા મેસેજ કરી વિદેશીઓને છેતરાતા હતા. આ મેસેજમાં લોન મેળવવાની આગળની પ્રોસેસ માટે કોન્ટેક કરવા નીચે પોતે ઝૂમ એપ્લિકેશન તેમજ ટેક્સ્ટનાઉ એપ્લીકેશનમાં જનરેટ કરેલ યુ.એસ. નંબર રખાતો. એવામાં પૈસાની જરૂર હોય તેવા વિદેશી નાગરિકો આ નંબર પર ફોન કરતા જ ફસાઈ જતા હતા. ઉપરાંત આરોપી લીડ ડેટાના આધારે યુ.એસ. નાગરિકોને કોલ કરી લોન મેળવવાની પ્રોસેસ કરવાના નામે ફીના બહાને ગિફ્ટકાર્ડ, ક્યુઆર કોડ તથા ક્રીપ્ટો કરન્સીમાં નાણા મેળવી લેતા હતા. યુ.એસ. નાગરિકો સાથે છેતરપિંડી આચરવાની પ્રવૃત્તિ કરનાર કાર્તીકેયન ગોવતમ પીલ્લઇના ન્યુ મણીનગરમાં આવેલા ઘરમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી આરોપીને ઝડપી લીધો હતો. આરોપીના ઘરેથી ગુનો કરવા ઉપયોગ કરેલ મોબાઇલ તેમજ લેપટોપ મળ્યા હતા તથા ૧૯ લાખ રોકડા મળ્યા હતા. જેની તપાસ કરતા તેમાંથી અમેરિકન નાગરિકોનો લીડ ડેટા, કોલિંગને લગતી લીડ, તેમજ તેમની પાસેથી મળેલ ગિફ્ટકાર્ડ, ક્યુઆર કોડ મારફતે પ્રોસેસથી મેળવેલા નાણાને લગતી ચેટની હિસ્ટ્રી મળી આવી હતી. આરોપીની પુછપરછ કરતા તે પણ ઉપર જણાવ્યા મુજબની પ્રોસેસ કામ કરતો હોવાની કબુલાત કરી હતી. તેને કામ કરવા જરૂરી ડેટા કોઇ ડાંગી નામની વ્યક્તિ આપતો હોવાની વિગત સામે આવી છે. આ રીતે પોતે આશરે છેલ્લા દોઢ વર્ષથી લોકોને લૂંટતો હતો. જે આ ગુનાના આરોપીના રીમાન્ડ મેળવી ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં વિદેશી નાગરિકોને જુદી જુદી પ્રોસેસના નામે ફોન કરી તેમની પાસેથી ડેટા મેળવી લોન અપાવવાના બહાને પૈસા પકડાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. વિદેશી નાગરિકો પાસેથી જુદી જુદી સ્કીમ હેઠળ પૈસા પડાવતા આ કોલ સેન્ટરની માહિતી મળતા પોલીસ એક્ટિવ થઈ હતી. જેમાં ક્રાઇમબ્રાંચની ટીમે તપાસ કરતા બી.કોમ સુધીનો અભ્યાસ કરનાર કાર્તીકેયન નામનો શખસ ઘરમાંથી આખું કોલસેન્ટર ચલાવતો ઝડપયો છે. આરોપીના ઘરમાંથી પોલીસને ૧૯ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.


