અમદાવાદ
ચૂંટણી પંચની ટકોર બાદ ગુજરાતમાં એક સાથે ૧૨ આઇપીએસની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાંથી પણ ડીસીપીની બદલી કરાવાતા આ જવાબદારી એક મહિલા અધિકારીને સોંપવામાં આવી છે. જ્યારે અમદાવાદ પોલીસ કંટ્રોલ જેની પાસે અમદાવાદ શહેરના તમામ મહત્વના મેસેજ પહોંચતા હોય તે કંટ્રોલરૂમની જવાબદારી પણ એક મહિલા અધિકારીને સોંપવામાં આવી છે. જે ચૂંટણી દરમિયાન મહત્વની નિમણૂક ગણવામાં આવે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ૧૨ આઇપીએસ આધિકારીની કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં મહત્વના ગણાતા ઝોન ફોર જેમાં દરીયાપુર, નરોડા, મેઘાણીનગર અને સરદારનગર જેવા વિસ્તારમાં આવે છે તેમાં કાનન દેસાઈને નિમણૂક આપવામાં આવી છે. અતિ સંવેદનશીલ કહેવાતા વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન નિમણૂક થતાં તેમની સામે ચેલેન્જ છે. પરંતુ તેમણે અગાઉ આસારામ કેસમાં ઘણા ઉતારો ચઢાવ જાેયા હતા. તેના કારણે તેમના પર આ જવાબદારી આપવામાં આવી હોય તેવું માનવામાં આવે છે. કારણ કે તે સમયે અનેક દબાણ વચ્ચે પણ કાનન દેસાઈએ આ તપાસ આગળ વધારી હતી. કાનન દેસાઈ આસારામ કેસમાં એસઆઈટીમાં પણ સામેલ હતા. તેમને અમદાવાદ શહેરમાં અનેક વિસ્તરમાં સ્પા અને અનૈતિક ધંધા બંધ કરાવ્યા હતાં. હાલ જે જગ્યાએ પોસ્ટિંગ મળ્યું છે તે વિસ્તારમાં અતિ સંવેદનશીલ વિસ્તાર છે. જે કાનન દેસાઈ માટે ચેલેન્જ છે. બીજા અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં કોમલ વ્યાસને જવાબદારી સોંપવામાં આવી છે. કોમલ વ્યાસની અમદાવાદ કંટ્રોલ રૂમમાં ચૂંટણી સમયે મહત્વની શહેરની સ્થિતિ જાળવી રાખવા માટે અને તરત સૂચના પાસ કરવાની જવાબદારી છે. આ જવાબદારી સોંપવામાં આવી છે, તેની સાથે ચૂંટણી સમય જાે કોઈ આકસ્મિક સ્થિતિ સર્જાય તો શહેરની મોનિટરિંગની અને તત્કાલ સ્થિતિ જાણવી અને એક્શન લેવડાવવા જરૂરી છે. હવે આ ચેલેન્જ મહિલા અધિકારી કઈ રીતે ઉપાડશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.


