Gujarat

અમદાવાદની ૧૨ વર્ષની દિકરીએ ૮ પુસ્તકો લખ્યા મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

અમદાવાદ
કોરોનાની શરૂઆત થઇ ત્યારે તેણે એમેઝોન અને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના કારણે લાખો નિર્દોષ વન્યજીવ માર્યા ગયાના અહેવાલ સમાચારમાં વાંચ્યા અને સાંભળ્યા.અસંખ્ય વનસ્પતિ સૃષ્ટિ નાશ પામી અને પર્યાવરણને ઘણું નુકસાન થયું.આ વાંચતાની સાથે જ આર્યાને પ્રશ્ન ઉદભવ્યો કે કદાચ પર્યાવરણને થતા નુકસાન માટે મનુષ્યનો પ્રકૃતિમાં હસ્તક્ષેપ જવાબદાર છે અને યોગ્ય પગલાં અને ર્નિણયો દ્વારા તેને રોકી શકાય છે. આ વિચાર બિંદુની સાથે જીઈઈડ્ઢજી ર્ંહ્લ ૐર્ંઁઈ પુસ્તકનું નિમાર્ણ થયું.આર્યાએ ઈર્ઝ્રં ય્ઇઈઈદ્ગ દિવાળી કેમ્પેઇન પણ ચાલુ કર્યું છે. જે આજે ઘણા બધા લોકોથી જાેડાઇને આ આ કેમ્પેન આગળ વધી રહ્યં છે. વર્ષ ૨૦૧૭માં યુનેસ્કો દ્વારા અમદાવાદને વિશ્વનું પ્રથમ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું.પરિણામે આર્યા પોતાના પિતા સાથે અમદાવાદની હેરિટેજ વોક માટે નીકળી હતી.ત્યારે એને થયું કે,મારે આ સ્થાપત્ય અને કલાને લોકો સુધી પહોંચાડવી જાેઇએ. આ વિચારની સાથે જ આર્યાનો લેખિકા તરીકે જન્મ થયો.માત્ર આઠ વર્ષની ઉંમરે પોતાનું પ્રથમ પુસ્તક ” અમદાવાદ માય સિટી માય હેરિટેજ”લખ્યું.આજે પણ આર્યાની લેખીકા તરીકેનુ કાર્ય નિરંતર ગતિથી આગળ ધપી રહ્યુ છે.આર્યના પુસ્તકોની વિશેષતા એ છે કે,તેણીના તમામ પુસ્તકોમાં આર્યાએ પોતાના દોરેલા ચિત્રોનો સમાવેશ કર્યો છે. આર્યા અનેક સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજાે તથા વિવિધ સંસ્થાઓમાં વ્યાખ્યાન આપી ચૂકી છે.આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ પર ભારતીય સંસ્કૃતિ અને વારસાના પ્રચાર-પ્રસાર અંગે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.આર્યાની પ્રકૃતિ જાળવણીની વિવિધ પહેલથી પ્રભાવિત થઇને ેંદ્ગૈંઝ્રઈહ્લ દ્વાર પણ આર્યાના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. નેશનલ એન્વાયરમેન્ટ યુથ ફોરમ ૨૦૨૧ ના “પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ” અંતર્ગત આર્યાએ ભારતભરની ૭૫ થી વધારે યુનિવર્સિટીઓમાં ૩૦૦ થી વધુ કોલેજમાં અને ૨૫ હજારથી વધારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધેલો અને પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. સપ્ટેમ્બર ૨૦૧૮માં આર્યા એ સ્વિટ્‌ઝર્લૅન્ડના જીનેવામાં આવેલા યુનેસ્કોના કાર્યાલય એ ભારતીય વારસા અને સંસ્કૃતિ સંદર્ભે પોતાનું કાર્ય પ્રદર્શિત કર્યું હતું. ૨૦૧૯માં યુરોપમાં નેધરલેન્ડ,ફ્રાંસ ખાતે અલગ-અલગ એલચી કચેરીઓમાં આર્યાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.જૂન ૨૦૧૯ માં ફક્ત નવ વર્ષની ઉંમરે આર્યા એ પેરિસ સ્થિત વર્લ્‌ડ હેરિટેજ કમિટી અઝરબૈજાનના બાકુમાં ૪૩માં સમારોહમાં ૧૮૦ દેશના ૨૫૦૦ રાજદ્વારીઓ સામે પોતાનું હેરિટેજ અંગેનું કલા અને કૌશલ્યની પ્રતિભા દેખાડી હતી.અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતી આર્યા પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. હરવા-ફરવા મોજ મસ્તી કરવા ઉમરમાં આર્યા એ વિવિધ જનકલ્યાણ અને સમાજકલ્યાણ અને કહીએ તો વિશ્વ કલ્યાણના વિષયો ઉપર ૮ જેટલા પુસ્તકો લખી ચૂકી છે. એટલું જ નહી આર્યા એક સારી ચિત્રકાર અને વક્તા પણ છે. આર્યાએ પોતાના પુસ્તક જીઈઈડ્ઢજી ર્ંહ્લ ૐર્ંઁઈ અને જીઈઈડ્ઢજી ્‌ર્ં ર્જીંઉમાં આજે સમગ્ર વિશ્વ જે “ક્લાઈમેટ ચેન્જ અને “ગ્લોબલ વોર્મિંગ” જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે તેના વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક વાતને રજૂ કરી છે. આ પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

The-book-was-released-by-Chief-Minister-Bhupendra-Patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *