Gujarat

અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો, ચંડોળા વિસ્તારમાં ક્રિકેટ મેચ રમવા મુદ્દે પરપ્રાંતિય લોકોનો સ્થાનિકો પર ત્રાસ

અમદાવાદ
અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જતો હોય તેમ લાગી રહ્યું છે જેને પોલીસ વિભાગે ધ્યાન માં લઈને તાત્કાલિક પગલા લેવા જાેઈએ, તેવોજ એક કિસ્સો શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આંતક મચાવ્યો હોય તેમ સામે આવ્યો છે. ચંડોળા તળાવ નજીક કેટલાક અસામાજિક તત્વોએ રોફ જમાવી, ધાક ધમકી આપવાની કોશિષ કરી હતી. હથિયારો સાથે ઘસી આવેલ શખ્સોએ સ્થાનિકો પર હુમલો કર્યો હતો. હુમલાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આમ જાેવા જઈએ તો આ વિસ્તાર કેટલીક શકમંદ ગતિવિધિઓ માટે બદનામ છે. ત્યાં અનેક વખત પરપ્રાંતિય લોકોનો ઉપદ્રવ વધતાં તેમને બહારની એજન્સીઓએ આવી ડિટેઈન કરીને વિદેશમાં મોકલી દીધા છે. આ ઘટનામાં પણ અન્ય દેશના ગેરકાયદે વસવાટ કરતા હોય તેવા લોકો સામેલ હોય તેવી ચર્ચા છે. હાલ પોલીસે આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં ચંડોળા તળાવ પાસે ક્રિકેટ મેચ રમવા બાબતે સ્થાનિકો અને પરપ્રાંતિયો વચ્ચે તકરાર થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ક્રિકેટ મેચ રમવા અંગે થયેલી માથાકુટમાં ત્યાં આવેલા સ્થાનિકોને પરપ્રાંતિય લોકોએ લાકડીઓથી માર માર્યો હતો. તેમને દોડાવી દોડાવીને માર્યા હતાં. આ ઘટનામાં અનેક લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *