Gujarat

અમદાવાદમાં એસટી બસે એક્ટિવાને અડફેટે લેતા ૧નું મોત

અમદાવાદ
અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતાં મનુંભાઈ પટેલ અને તેમના પત્ની વીણાબેન એક્ટિવા પર લાલદરવાદજા દર્શન કરવા જતાં હતાં. આ દરમિયાન તેઓ નહેરૂબ્રિજથી લાલદરવાજા તરફ જઈ રહ્યાં હતાં. ત્યાં પુરઝડપે આવી રહેલી એસટીએ તેમના એક્ટિવાને અડફેટે લીધું હતું. જેથી બંને દંપત્તિ નીચે પડ્યાં હતાં.એસટીનું ટાયર વીણાબેન પર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ટ્રાફિક પોલીસ આ ઘટનાને બે દિવસ પસાર થયા હોવા છતાં એસટી બસના ડ્રાઈવરને પકડી શકી નથી.આ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જાેઈ શકાય છે કે એક્ટિવા ચાલક દંપતીને એસ.ટી. બસ ટક્કર મારે છે. જે બાદમાં એક્ટિવા પર સવાર મહિલા પર બસનું આગળનું ટાયર ફરી વળે છે. બીજી તરફ એક્ટિવા પર સવાર પુરુષને ટક્કર વાગતા તે ફંગોળાઈને રસ્તા પર પડકાય છે. નારોલનું દંપતિ તેમના બે બાળકોને લઇને રિવરફ્રન્ટ હાઉસની સામે આવેલા પાર્કિગમાં રમી રહ્યા હતા. સાંજના પાંચ વાગ્યાના સમયે દંપતીના અઢી વર્ષના બાળકને અજાણી કારે ટક્કર મારી હતી અને કારચાલક ભાગી ગયો હતો. તેના પિતાએ કાર ચાલકનો પીછો કર્યો પરંતુ તે તેને પકડી શક્યા ન હતા. ઇજાગ્રસ્ત બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. આ અંગે એમ ટ્રાફિકના પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. ૧૦ દિવસ પહેલાં અમદાવાદના એસ.જી હાઇવે પર ઝાયડસ બ્રિજ ઉપર વહેલી સવારે એક્ટિવા અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની પાછળના ભાગમાં એક્ટિવા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક્ટિવા ચાલક વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. એક્ટિવા ચાલક વિદ્યાર્થિની નિકિતા પંચાલ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવતા યુનિવર્સિટીના સ્ટાફને પણ અકસ્માત અંગેની જાણ કરવામાં આવી હતી.એક્ટિવા ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ અકસ્માતમાં બચી શકી ન હતી.અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે થયો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. બે સપ્તાહ પહેલાં અમદાવાદના ખોખરા રમતગમત સકુંલ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં એક મારૂતી સ્વીફટ કારે બે બાળકોને અડફેટે લેતા એક ત્રણ વર્ષની બાળકીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેનો ભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે એલ જી હોસ્પિટલ ખસેડાયો હતો.બે બાળકોને અડફેટે લેવાના બનાવને પગલે હાજર લોકોએ સ્વીફ્ટ કારના ચાલકને પકડીને ખોખરા પોલીસને હવાલે કર્યો હતો. કારની અડફેટે ૩ વર્ષીય બાળકી આયુષી દંતાણી અને તેનો પાંચ વર્ષનો ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને નાજુક હાલતમાં મણીનગરની એલ જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અમદાવાદમાં અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. શહેરમાં બે દિવસ પહેલાં જ એક અકસ્માત થયો હતો. જેમાં એસટી બસ ડ્રાઈવરે એક્ટિવા પર જઈ રહેલા એક દંપતિને અડફેટે લીધું હતું. જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. આ ઘટનામાં એસટીનો ડ્રાઈવર પણ બે દિવસ બાદ પોલીસ પકડથી દૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *