અમદાવાદ
સુરતમાં હોટલ વ્યવસાય સાથે જાેડાયેલો યુવક સુર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં સુરતથી રાજસ્થાન પાલી જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. જાેકે રાતના સમયે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. પરંતુ રાતના અંધારામાં આસપાસ કોઈ ન હોવાથી આખી રાત રેલવે ટ્રેકની બાજુમાં જ તેની લાશ પડી રહી હતી. બીજા દિવસે સવારમાં ટ્રેક પરથી પસાર થતા સ્થાનિકોની યુવક પર નજર પડતા. તેમણે આ વિસ્તારના સામાજિક અગ્રણી અને વેપારી એસોસિએશન દક્ષિણીના પ્રમુખને જાણ કરી હતી. જેમણે ત્યાં આવીને યુવકને કફન ઓઢાળ્યું અને ઈસનપુર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે સ્થળ પર આવીને મૃતકના સગાને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અમદાવાદના મણીનગર ગોરના કુવા પાસે કેનાલ પરથી પસાર થતા રેલવે ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. યુવકના પડી જવાની ઘટના વિશે કોઈને જાણ ન હોવાથી આખી રાત સુધી લાશ ટ્રેક પાસે જ પડી રહી. સવારે ત્યાંથી પસાર થતા સ્થાનિકો મૃતદેહ જાેતા આ વિશે પોલીસને જાણ કરી હતી.
