Gujarat

અમદાવાદમાં નૂપુર શર્માની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન

અમદાવાદ
ભાજપના નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પગલે વિરોધ કરવા ગઈકાલે ગુરુવારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં બંધના મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા. જેના પગલે લાલ દરવાજા, કારંજ, પટવાશેરી સહિતના આસપાસના વિસ્તારોના સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ તથા ભાઈચારાની એકતા જળવાઈ રહે તે માટે બંધ ન રાખવા સમજાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા બંધ ન રાખવા સંમતિ દર્શાવી હતી. બજાર ખુલ્યાના બે કલાકમાં જ બજાર બંધ કરાવી દેવામાં આવ્યું હતું અને સમગ્ર ઢાલગરવાડ બંધ જાેવા મળ્યું હતું. એક પણ દુકાન ખુલ્લી જાેવા મળી ન હતી. કેટલાક પાથરણા બજારના વેપારીઓએ બજાર ચાલુ રાખ્યું હતું. પરંતુ પટવા શેરી તેના આસપાસના કેટલાક અસામાજિક તત્વોએ આવી તેને બંધ કરાવ્યું હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. ૧૦ જૂનના રોજ બંધના એલાનના મેસેજ વાયરલ થતાં પોલીસ દ્વારા મુસ્લિમ આગેવાનો અને મૌલાનાને બોલાવી અને લોકોને આવા બંધના મેસેજ પર ધ્યાન ન આપવા સમજાવ્યા હતા. ૧૦ જૂનના બંધના મેસેજ ફોટા વાયરલ કરવામાં આવ્યા છે કોઈપણ પ્રકારનો બંધનો મેસેજ કોઈ જમાત કે અમારા દ્વારા આપવામાં આવ્યો નથી. લોકોએ આવા મેસેજ પર ધ્યાન આપવું જાેઈએ નહીં અને પોતાના વેપાર ધંધા ઉપર ધ્યાન આપવું જાેઈએ તેવો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. જાે કે પોલીસની સમજાવટ અને મુસ્લિમ આગેવાનોના બંધના એલાન પર ધ્યાન ન આપવાનું કહેવા છતાં પણ આજે અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો હતો.ભાજપના નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો પડઘો અમદાવાદમાં પણ પડ્યો છે. મહંમદ પયગંબરના કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલું ઢાલગરવાડ બજાર અને ત્રણ દરવાજા બજાર આખું બંધ રાખવામાં આવ્યું છે. ઢાલગરવાડ અને ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા પાથરણા બજારના વેપારીઓએ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. દરિયાપુર વિસ્તારમાં પણ બંધ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થાનિકોએ નૂપૂર શર્માની ધરપકડની માંગ કરતા બેનર લઈને રેલી કાઢી હતી. જાે કે પાથરણા બજારને કેટલાક લોકોએ આવીને બંધ કરાવી દીધું હતું. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ક્યાંય કોઇ અનિચ્છનીય ઘટના કે તોફાની તત્વો કાંકરીચાળો ન કરે તેના પગલે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે.

Protest-rally-demanding-arrest-of-Nupur-Sharma.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *