અમદાવાદ
પતિ, પત્ની ઔર વોનો ચોંકાવનારો કિસ્સાઓ તો ઘણા સામે આવ્યા છે. પરંતુ અમદાવાદમાં બાવળામાં રહેતી મહિલાએ અન્ય યુવતી સાથેની તસવીરો વિશે પૂછતા પતિએ તેને પટ્ટા અને લાકડી વડે માર માર્યો હતો. આટલું જ નહીં ડિવોર્સ બાદ પણ પૂર્વ પતિએ પ્રેમિકા સાથેના ફોટો વાઈરલ કર્યા હોવાની શંકાના આધારે મહિલાને માર માર્યો હતો, અને તેના અંગત ફોટો વાઈરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મહિલાએ બાવળા પોલીસ સ્ટેશનમાં પૂર્વ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બાવળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ૨૮ વર્ષની પ્રિયા (નામ બદલ્યું છે)ના લગ્ન ૨૦૧૪માં મહેશ નામના યુવક સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. વર્ષોથી દંપતિ રાજી ખુશીથી રહેતું હતું, જાેકે છે છેલ્લા ૨ વર્ષથી મહેશને અન્ય કોઈ મહિલા સાથે આંખ મળી જતા તેમની વચ્ચે વારંવાર ઝઘડા થવાના શરૂ થઈ ગયા હતા. મહેશ ૨૪મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ બે દિવસ માટે માઉન્ટ આબુ ફરવા ગયો હતો અને ત્યાંથી પરત આવતા નિલમને પતિના ફોનમાંથી પ્રેમિકા સાથેના ફોટો જાેવા મળ્યા. જેથી આ બાબતે તેણે પૂછતા મહેશે પટ્ટા અને લાકડી વડે તેને માર માર્યો હતો અને ગળું પકડી લીધું હતું, ગભરાયેલી નિલમે સાસુ-સસરાને ફોન કરીને ત્યાં બોલાવતા સાસુએ એક વખત તેમના દીકરાને જવા દેવા માટે કહ્યું હતું. તેના બે દિવસ બાદ મહેશે છૂટાછેડા લેવાની વાત કરતા બંનેએ લગ્ન વિચ્છેદનો કરાર સ્ટેમ્પ પર કર્યો હતો. જાેકે બંને પોતાના સંબંધો સુધારવા માંગતા હોવાથી ૩ મહિના જેટલા સમયથી સાથે રહેતા હતા. પરંતુ ત્યાર બાદ અચાનક મહેશ નિલમને મૂકીને જતો રહ્યો અને ફોન કરીને કહ્યું કે, મારે તારી સાથે રહેવું નથી અને હું મારી રીતે મારી જિંદગી જીવવા માંગું છું અને આજ પછી મારે તારી સાથે કોઈપણ જાતને વ્યવહાર કરવો નહીં. જેથી નિલમે આ બાબતે પિતાને જાણ કરી તેની સાસરીમાં જઈને લગ્ન સંબંધ અંગે ચોક્કસ ર્નિણય લેવા અંગે વાત કરી અને પોતે પણ મહેશને ફોન કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહેશ ગાળો બોલીને માર મારવાની ધમકીઓ આપતો. ૫મી માર્ચ ૨૦૨૨ના રોજ નિલમ તેની બહેન સાથે પોતાના ઘરે હતી, આ દરમિયાન મહેશ ત્યાં આવ્યો અને ફેંટ પકડીને માર મારવા લાગ્યો અને કહેવા લાગ્યો કે, તારે ને મારે છૂટાછેડાનો કરાર હોવાથી કોઈ સંબંધ નથી રહ્યો, છતાં તે કેમ મારો અને સોનું ના ફોટો વાયરલ કર્યા? મહેશે આટલેથી ન અટકી નિલમને ધમકી આપી કે, તારા પણ અંગત ફોટો મારી પાસે પડેલા છે જે હું વાયરલ કરી નાખીશ અને હવે પછી તે અમારા ફોટો વાઈરલ કર્યા તો તને જાનથી મારી નાખીશ. નિલમે બુમાબુમ કરતા આસપાસના લોકો ત્યાં આવી પહોંચતા મહેશ નાસી છૂટ્યો હતો. જે બાદ તેણે બાવળા પોલીસ સ્ટેશનમાં પૂર્વ પતિ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે.
